ETV Bharat / state

કોરોના જાગૃતિ અંગેની તાલીમ આપવામાં આણંદ જિલ્લો દેશમાં પ્રથમ, જાણો તંત્ર દ્વારા કેવા લેવાયા પગલાં

કોરોના મહામારી વચ્ચે જાગૃતિ લાવવા આખી દુનિયામાં લોકો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે ભારત દેશમાં પણ જાગૃતિ લાવવાનો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેની નોંધ વિશ્વ સ્તરે લેવાઈ છે, આણંદ જિલ્લાનું નામ તાલીમ અને જાગૃતતા લાવવામાં દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે. આણંદ જિલ્લામાં 26 મે સુધીમાં 36,113 લોકોને તાલીમ આપવામાં આવી છે.

author img

By

Published : May 26, 2020, 5:26 PM IST

Anand district first in country in training
આણંદ જિલ્લા કલેકટર

આણંદ: કોરોના મહામારી વચ્ચે જાગૃતિ લાવવા આખી દુનિયામાં લોકો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે ભારત દેશમાં પણ જાગૃતિ લાવવાનો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેની નોંધ વિશ્વ સ્તરે લેવાઈ છે, આણંદ જિલ્લાનું નામ તાલીમ અને જાગૃતતા લાવવામાં દેશમાં પ્રથમ ક્રમે આવવા પામ્યું છે. આણંદ જિલ્લામાં 26 મે સુધીમાં 36,113 લોકોને તાલીમ આપવામાં આવી છે.

આણંદ જિલ્લો તાલીમ આપવામાં દેશમા પ્રથમ, જાણો તંત્ર દ્વારા કેવા લેવાયા પગલાં
ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં આણંદ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના કહેર બાદ તાલીમ અને પ્રક્ષિક્ષણમાં આણંદ જિલ્લો દેશમાં પ્રથમ સ્થાને આવ્યો છે. સાથે જ જિલ્લામાં આવેલ કુલ 97 કોરોના સંક્રમિત દર્દીઓમાંથી 80 ટકા ઉપરાંત દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ગયા છે, જ્યારે અન્ય દર્દીઓની પરિસ્થિતિ સામાન્ય જણાય રહી છે. બીજી તરફ જિલ્લામાં આવેલ નવા કોરોના કેસ કે, જે સોજીત્રા અને ત્રણોલમાં સામે આવ્યા છે તેને પણ તંત્ર દ્વારા ગંભીરતાથી લઈ વિસ્તારનું સેનિટેશન અને સંપર્કમાં આવેલ નાગરિકોને કોરેન્ટાઇન કરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.
Anand district first in country in training
આણંદ જિલ્લો તાલીમ આપવામાં દેશમા પ્રથમ
કલેકટર ગોહિલે આણંદ જિલ્લાના રહેવાસીઓને અપીલ કરી હતી કે, કોરોના સામે જે પ્રકારે આણંદ જિલ્લામાં કામગીરી કરવામાં આવી છે તેની દેશમાં નોંધ લેવાઈ છે ત્યારે પ્રજાએ પણ તકેદારી રાખવી અતિ આવશ્યક છે. કોરોના સામે જાગૃતિ બનીને જ આની સામે જીતી શકાશે જેથી સરકારી આદેશોનું પાલન કરો અને આરોગ્ય સેતું એપ્લિકેશ ડાઉનલોડ કરી જાગૃત બનવા અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.