અમૂલ દ્વારા દૂધની કોથળીમાં કરવામાં આવેલો વધારો દિલ્હી સહિત ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં લાગુ પડશે. અમદાવાદમાં અમુલ ગોલ્ડ દૂધનો નવો ભાવ 28 થશે. અમૂલ શક્તિનો ભાવ 25 રૂપિયા થશે અને ડાયમંડ દૂધનો ભાવ 28 રૂપિયા કરવામાં આવ્યો છે. તમામ દૂધની કોથળીઓમાં 2-2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. AMUL ફેડરેશન દ્વારા ગાયના દૂધના વેચાણમાં વધારો કરાયો નથી.
બે વર્ષ અગાઉ 2017માં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ બાદ હવે અઢી વર્ષ પછી ઘાસચારામાં અને હાલની પરિસ્થિતિમાં પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી બે રૂપિયાનો પ્રતિ લિટર વઘારો કરવામાં આવ્યો છે. ગત્ બે વર્ષ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટીય કક્ષાએ ડેરી ઉદ્યોગ માટે પ્રતિકૂળ પરિસ્થિતિ હતી. જેના કારણે સ્પીડ મિલ્ક પાવડર એસએમપી અને બતાવેલા ભાવમાં ખૂબ જ તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આ પરિસ્થિતિના કારણે ભારતના દૂધ ઉત્પાદકોને તેમના દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા દૂધના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. આવી પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં પણ ગુજરાતના દૂધ ઉત્પાદકોને તેમના દ્વારા દ્વારા સંપાદિત કરવામાં આવતા દુધના ભાવમાં વધારો આપવામાં આવ્યા હતા.
વર્ષ 2017-18 દરમિયાન ગુજરાતના દૂધ ઉત્પાદકોને સરેરાશ 710 પ્રતિ કિલો નો ભાવ મળ્યો હતો. જે વર્ષ સત્તર-અઢાર માં વધીને સરેરાશ ૭૩૦ પ્રતિ કિલો નો ભાવ મળેલ છે. આ વર્ષ દરમિયાન પશુપાલકોમાં પશુદાણ અને પશુ ખોરાકમાં વપરાશમાં આવતી દરેક ચીજ વસ્તુઓ નો ભાવ વધારો થવાના કારણે આ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી ખેડૂતોને ઉનાળામાં દૂધની આવકમાં પણ ઘટાડો થયો હતો. ત્યારે પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુ પાર પાડવા જે બે રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો છે. અમૂલનું કહેવું છે કે 80-84 ટકા જેટલો હિસ્સો સીધો પશુપાલકોને આપવામાં આવશે તેવું ફેડરેશનના એમ.ડી આર. એસ. સોઢીએ જણાવ્યું હતું.