ETV Bharat / state

'ઈતિહાસ કો કલમસે નહીં, કદમસે લિખા' મિલખાસિંહને અમુલની શબ્દાંજલી - amul news

અનેક સિધ્ધિને સર કરનાર આર્મી મેન મિલખાસિંહે 18 જૂને મોડી રાત્રે કોરોના મહામરીમાં સંક્રમણનો ભોગ બન્યા બાદ સારવાર મેળવી નાદુરસ્ત તબિયતના કારણે અંતિમ શ્વાસ લીધા હતા. મિલખાસિંહના અણધાર્યા અવસાનના કારણે આખો દેશ શોકમગ્ન બન્યો હતો, ત્યારે અમુલ ડેરી દ્વારા તેમની અનોખી રીતે ટોપિકલ એડમાં મિલખાસિંહની સિધ્ધિઓને સલામ કરી હતી. તેવામાં સોશિયલ મીડિયામાં અમુલ ડેરીની આ ટોપિકલ એડને લોકોએ ખૂબ પસંદ કરી હતી.

આણંદ
આણંદ
author img

By

Published : Jun 20, 2021, 8:07 PM IST

  • અમુલ ડેરીએ ટોપિકલ એડ દ્વારા મિલખાસિંહને આપી શ્રદ્ધાંજલિ
  • મિલખાસિંહને દુનિયામાં 'ફ્લાઇંગ શીખ' તરીકે ઓળખવામાં આવે છે
  • કોમનવેલ્થ ગેમ્સમાં 400 મીટર દોડમાં સુવર્ણચંદ્રક જીતનાર ભારતના એકમાત્ર રમતવીર મિલખાસિંહ

આણંદ: મિલખાસિંહ જેઓ ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા હતા જેઓ એ તેમની ફોજ ની નોકરી દરમ્યાન દોડની રમત મા ભાગ લેવા માટે ઉચ્ચ અધિકારીઓ ને રજૂઆત કરવામાં આવી હતી. સખત મહેનત અને લગનથી તેમણે શરૂ કરેલી દોડની સફર તેમને એશિયન ગેમ્સ તેમજ કોમનવેલ્થ ગેમ્સમાં 400 મીટર દોડમાં સુવર્ણચંદ્રક જીતનાર ભારતના એકમાત્ર રમતવીર બનાવવા તરફ લઈ ગઈ હતી. તેમણે 1958 અને 1962 એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમણે ભારતનું પ્રતિનિધિત્વ 1956 સમર ઓલિમ્પિક્સમાં મેલબોર્ન, 1960 સમર ઓલિમ્પિક્સ રોમમાં અને 1964ના સમર ઓલિમ્પિક્સ ટોક્યોમાં કર્યું હતું. તે માટે દોડવીર મિલખાસિંહને ભારતનો ચોથી સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. રમતગમતની સિદ્ધિઓને કારણે મિલખાસિંહ પર આખો દેશ ગર્વની લાગણી અનુભવી રહ્યો છે.

મિલખાસિંહને અમુલની શબ્દાંજલી
મિલખાસિંહને અમુલની શબ્દાંજલી

આ પણ વાંચો: જાણો કેવી રીતે કરે છે અમુલ કોલ્ડ સપ્લાય ચેનનું મેનેજમેન્ટ

અમુલે ટોપિકલ એડથી આપી શ્રદ્ધાંજલિ

અમુલ દ્વારા વર્ષોથી વૈશ્વિક મુદ્દાઓને ધ્યાને રાખીને ટોપિકલ એડ થકી તે મુદ્દા પર અનોખી રીતે રજુઆત કરીને તેમાં અમુલ બટરગર્લ સાથે એનિમેટેડ સ્વરૂપમાં જાહેર કરવામાં આવે છે. ત્યારે અમુલ દ્વારા દોડવીર મિલખાસિંહ માટે બનાવેલી ટોપીકલ એડમાં લખેલા એક વાક્યમાં અમુલ દ્વારા મિલખાસિંહની કાર્યક્ષમતાને ઉપલબ્ધીઓને વર્ણવવાનો સાચો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.