ETV Bharat / state

એમરીઓ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા જોડિયા વાછરડીઓને અમુલએ જન્મ અપાવ્યો

અમુલ ડેરીમાં એમરીઓ ટ્રાન્સપ્લાન્ટથી બે જોડિયા વાછરડીનો જન્મ થયો છે. આ પદ્ધતિનો ઉપયોગ કરવા પાછળની ઉદ્દેશ દુધની ક્ષમતા વધારવાનો છે. અમુલમાં આ પદ્ધતિનો ઉપયોગ છેલ્લા 1 વર્ષથી થઈ રહ્યો છે.

xxx
એમરીઓ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા જોડિયા વાછરડીઓને અમુલએ જન્મ અપાવ્યો
author img

By

Published : Jun 12, 2021, 8:21 PM IST

  • આંણદ અમુલમાં એમરીઓ ટ્રાન્સપ્લાન્ટથી જોડિયા વાછરડીનો જન્મ
  • છેલ્લા 1 વર્ષથી આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
  • દુઘની ક્ષમતા વધારવામાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

આણંદ: વિજ્ઞાન દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યું છે,મનુષ્ય માં સામાન્ય રીતે જોવા મળતી એમરીઓ ટ્રાન્સપ્લાન્ટની પદ્ધતિ નો ઉપયોગ ગાયો પર કરી અમુલ ડેરી દ્વારા જોડિયા વાછરડાને જન્મ અપાવ્યાની ઘટના અમુલના એમરીઓ ટ્રાન્સપ્લાન્ટ રિસર્ચ સેન્ટરમાં સામે આવી છે.

છેલ્લા 1વર્ષની આ પદ્ધતિનો ઉપયોગ

અમુલ ડેરી ના ડેપ્યુટી મેનેજર ડો. ગોપાલ સુકલા એ જણાવ્યું હતું કે અંદાજિત 20 દિવસ પહેલા અમૂલ ડેરીના મોગર સ્થિત ગૌશાળા કેન્દ્રમાં એક ગાયે બે જોડિયા વાંછડીઓને જન્મ આપ્યો છે, આ ગાયમાં એમરીઓ ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિથી એમરીઓને પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. અમુલ ડેરી દ્વારા છેલ્લા એક વર્ષથી એમરીઓ ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિ અપનાવવામાં આવી છે.અને અત્યાર સુધી 535 જેટલા એમરીઓ ટ્રાન્સપ્લાન્ટ ના ટ્રાયલ કરવામાં આવ્યા છે.

દેશમાં પ્રથમ ઘટના

જે દેશમાં આટલા ટૂંકા ગાળામાં થયેલા એમરીઓ ટ્રાન્સપ્લાન્ટના ટ્રાયલની પ્રથમ ઘટના છે. અમુલ દ્વારા કરવામાં આવેલા 535 એમરીઓ ટ્રાન્સપ્લાન્ટના ટ્રાયલમાં 170 જેટલી ગાયોમાં એમરીઓ ટ્રાન્સપ્લાન્ટ થકી ગર્ભ રહ્યો હતો, જેમાં એચએફ, જર્સી, ગીર, શાહીવાલ અને એચ એસ ક્રોસ જેવી ગાયોની પ્રજાતીઓનો સમાવેશ થાય છે.

લેબોરેટરીમાં ગર્ભનું પૃથ્થકરણ

અમૂલના મોગર સ્થિત કેન્દ્ર પર જોડીયા વાછરડીઓના જન્મના કિસ્સા વિશે જણાવતાં તેમણે જણાવ્યું હતું કે, આ ઘટના એટલા માટે મહત્ત્વપૂર્ણ કહી શકાય કે એમરીઓ ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિમાં લેબોરેટરીમાં ગર્ભનું પૃથ્થકરણ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ગાયમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. આ ઘટનામાં કુદરતી રીતે જ જ્યારે એમરીઓને ગાય ના ગર્ભમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું હશે ત્યારે ગાયના ગર્ભમાં જ આ એમરીઓ બે ભૃણકોષમાં ફેરવાયું હશે, અને યોગ્ય કાળજી અને પોષણયુક્ત ખોરાક ના અંતે બે સ્વસ્થ જોડીયા વાછરડાઓ એ જન્મ લીધો છે.

આ પણ વાંચો : PETA INDIAના આક્ષેપો પર GCMMFના વાઈસ ચેરમેને શું આપ્યો જવાબ

embryo ટ્રાન્સપ્લાન્ટ કરવાનો અમુલ નો શું હેતુ

સામાન્ય રીતે લેબોરેટરીમાં રિસર્ચ થતા હોય છે જેને લઇ પશુઓમાં તેમની બચ્ચાઓમાં સુધારા પાછળ સારા અંડકોષ અને યોગ્ય સીમેનનો ઉપયોગ કરી લેબોરેટરીમાં embryoનું પૃથક્કરણ કરવામાં આવતું હોય છે, જે અંગે માહિતી આપતા ડો. ગોપાલ શુક્લાએ જણાવ્યું હતું કે ભારત દેશમાં ડેરી કાર્યક્ષેત્રમાં જોવા મળતી ગાયોની વાર્ષિક દૂધ ઉત્પાદન ક્ષમતા ચાર હજારથી પાંચ હજાર લિટર જેટલી હોય છે, જેને બમણું કરવાનું અમૂલ ડેરી નો ઉદ્દેશ્ય છે.

એમરીઓ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા જોડિયા વાછરડીઓને અમુલએ જન્મ અપાવ્યો

આવનાર સમયમા વધુ ગામડાઓને આવરી લેવામાં આવશે

નજીકના સમયમાં આ પદ્ધતિનો ઉપયોગ કરી ગામડાઓમાં ચાલતી દૂધ ઉત્પાદન મંડળીઓને આવરી લઈ આ પદ્ધતિ થકી પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવાના લક્ષ્યને મદદરૂપ કામગીરી કરવામાં આવશે. અમુલનો ઉદ્દેશ્ય છે કે આવનારા પાંચ વર્ષોમાં દૂધ ઉત્પાદન ક્ષમતા બમણી થવી જોઇએ અને તેના માટે સારી નસલની વધુ દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવતી ગાયોની જરૂર પડશે, જેના વિસ્તરણ અને વિકાસ માટે અમુલે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

દુધની ક્ષમતામાં વધારો

અમૂલનાઆ કેન્દ્ર પર જન્મ લેતી વાછરડીઓ માં ઉપયોગમાં આવતા એમરીઓને તેના માતાનું અને તેના પિતાની માતાનું દૂધ ઉત્પાદન ક્ષમતા 12થી 13 હજાર લિટર પ્રતિ વર્ષ હોય તેનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કહી શકાય કે આ એમરીઓ ટ્રાન્સપ્લાન્ટ માંથી જન્મ લેનાર વાછરડાંઓની ભવિષ્યમાં આઠ થી નવ હજાર લિટર પ્રતિ વર્ષ દૂધ ઉત્પાદનની ક્ષમતા કેળવી શકાશે જેને યોગ્ય પાલન અને પૂરતું પોષણયુક્ત આહાર આપવાથી તેમની સારી તંદુરસ્તી અને પશુપાલકને વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવતા પશુ મળી રહેશે, જે આગામી સમયમાં અમુલ માટે તેના લક્ષ્ય ને હાંસલ કરવામાં મદદરૂપ બની રહેશે.

આ પણ વાંચો : જાણો કેવી રીતે કરે છે અમુલ કોલ્ડ સપ્લાય ચેનનું મેનેજમેન્ટ

30 જેટલા વાછરડાઓ એમરીઓ ટ્રાન્સપ્લાન્ટ

છેલ્લા એક વર્ષમાં અમૂલ ડેરીના આ કેન્દ્ર ખાતે 30 જેટલા વાછરડાઓ એમરીઓ ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિ થકી જન્મ લઈ ચૂક્યાં છે. જેમાં 16 જેટલી વાછરડીઓ છે અને 14 જેટલા વાછરડા છે, જેમની પૌષ્ટિક આહાર અને જરૂરી સારસંભાળ રાખી, આગામી સમયમાં વાછરડીઓને પશુપાલકોને પહોંચાડવામાં આવશે અને આ કેન્દ્ર પર જન્મેલા વાછરડાઓને અમૂલના ઓડ ખાતે આવેલા વીર્ય ગ્રહણ કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવશે, જેમના સિમેનનો ઉપયોગ કરી આર્ટિફિશિયલ ઇન્સુમેનેસન(AI) થકી ભવિષ્યની આવનાર વાછરડીઓ પણ આ પ્રકારની વધુ દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવતા બને તે અમુલ નો ઉદેશ્ય છે.

આ પદ્ધતિ ભવિષ્યમાં ઉપયોગી

મહત્વ નું છે કે અમુલ ડેરીમાં અંદાજીત દૈનિક 25 લાખ લીટર દૂધ આવે છે જેને આગામી નિશ્ચિત સમય માં અમુલ ડેરી દ્વારા બમણું કરવાનો લક્ષ્ય છે, જેના માટે હાથ ધરવામાં આવેલી પહેલમાં અમુલ દ્વારા આ એમરીઓ ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિનો એક વર્ષથી સફળ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ગાયના વાછરડાની ભવિષ્યમાં દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા મદદરૂપ થઇ રહેશે અને અમુલ ને તેનો લક્ષય સુધી પહોંચવામાં બ્રિજનું કામ કરશે, સાથે પશુપાલકો ને વધુ દૂધ ઉત્પાદન ક્ષમતા વાળા પશુ માંડવામાં થી તેમની આવક પણ બમણી થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.