ETV Bharat / state

મત માંગવા આવેલા AAPના ધારાસભ્ય કુલજીતસિંહે સરકારના કામના કર્યા વખાણ - AAP MLA came to seek votes in Gujarat

આણંદ જિલ્લામાં સાત વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના 5 બેઠક પર ચહેરા જાહેર કરી દેવામાં આવ્યા છે. આણંદની 7 વિધાનસભા બેઠક પર કુલજીત સિંહ દ્વારા 50 કરતા વધારે ગામની મુલાકાત લેવામાં આવી હતી. જે બાદ તેમણે દિલ્હી મોડેલ પર ગુજરાતમાં મત માંગવા આવેલા (AAP MLA came to seek votes in Gujarat 0 આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કુલજીતસિંહે ગુજરાતમાં બનેલા રોડ રસ્તાઓ અંગે સરકાર ( BJP government) દ્વારા કરવામાં આવેલા કામગીરીની પ્રશંસા કરી હતી.

ગુજરાતમાં મત માંગવા આવેલા AAPના ધારાસભ્ય કુલજીતસિંહે સરકારના કામના કર્યા વખાણ

author img

By

Published : Nov 5, 2022, 6:11 PM IST

આણંદ ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીની જાહેરાત (Announcement of assembly elections in Gujarat) થઈ ચૂકી છે. બે તબક્કામાં રાજ્યમાં યોજાનાર ચૂંટણીમાં આ વર્ષે ત્રિકોણીયો જંગ જામશે. વર્ષોથી ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો રાજકીય દબદબો ચાલતો આવ્યો હતો, પરંતુ વર્ષ 2022માં દિલ્હી અને પંજાબમાં સત્તાનું સુકાન સંભાળી રહેલા અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) સંગ્રામમાં ઝંપલાવતા બંને રાજકીય પક્ષોમાં પ્રચારની ગતિવિધિ તેજ થઈ જવા પામી છે.

આણંદની 7 વિધાનસભા બેઠકો પર કુલજીત સિંહ દ્વારા 50થી વધુ ગામોની મુલાકાત લેવામાં આવી હતી.

તમામ આમ આદમી પાર્ટીમાં 182 બેઠકોમાંથી લગભગ 115 કરતા વધારે બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેને કારણે ભાજપ અને કોંગ્રેસમાં પણ નામ જાહેર કરવાની દોડધામ વધી ગયેલી જોવા મળી રહી છે. હાલમાં જ પંજાબમાં સત્તા પર આવીને દેશભરમાં ચર્ચામાં આવેલી આમ આદમી પાર્ટીના ઘણા બધા ધારાસભ્યો (MLAs of Aam Aadmi Party) ગુજરાતમાં પ્રચાર કરવા અને પ્રજાના મંતવ્યો લેવા માટે દિવસ રાત જોયા વગર પ્રવાસ કરી રહ્યા છે.

5 બેઠક પર ચહેરા જાહેર કરી દેવામાં આવ્યા આણંદ જિલ્લામાં સાત વિધાનસભા બેઠક (Seven assembly seats in Anand district) પર આમ આદમી પાર્ટીના 5 બેઠક પર ચહેરા જાહેર કરી દેવામાં આવ્યા છે. જેના કારણે પાર્ટીએ ગામે ગામ ફરવા અને પ્રજા સુધી પહોંચવા પંજાબના ધારાસભ્ય (Punjab MLA) કુજીતસિંહ રંધાવા કે જેઓ ડેરા બસ્સી વિધાનસભા બેઠક પરથી 25000 કરતા વધુ મત મેળવીને ધારાસભ્ય બન્યા હતા. જેઓ મૂળ ખેડૂત છે. પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આણંદની 7 વિધાનસભા બેઠક પર કુલજીત સિંહ દ્વારા 50 કરતા વધારે ગામની મુલાકાત લેવામાં આવી હતી. જે બાદ તેમણે આમ આદમી પાર્ટીની જીતની સંભાવનાઓ, અને પ્રજાના પાર્ટી પર વિશ્વાસ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

રોડ રસ્તાઓ અંગે સરકાર દ્વારા કરવામાં આવેલા કામગીરીની પ્રશંસા દિલ્હી મોડેલ પર ગુજરાતમાં મત માંગવા આવેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કુલજીતસિંહે ગુજરાતમાં બનેલા રોડ રસ્તાઓ અંગે સરકાર દ્વારા કરવામાં આવેલા કામગીરીની પ્રશંસા કરી હતી. ગુજરાતમાં હજુ વધુ સારો વિકાસ આમ આદમી પાર્ટી કરી શકે છે. તેવી લાગણી વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.