માહિતી પ્રમાણે, ફરિયાદી દિપકભાઈ સોનીની આણંદ શહેરના જૂના રસ્તા પર ઈમ્પાલા બિલ્ડીંગની સામે હસ્તીમલભાઈ સોનીના નામે દુકાન છે. ગત્ 8 જુલાઈના રોજ બપોરે અઢી વાગ્યે બે શખ્સો તેમની દુકાનમાં સોનાના દાગીના ખરીદવાના બહાને આવ્યા હતાં. આ અજાણ્યા શખ્સોએ દિપકભાઈની નજર ચુકવીને સોનાના દાગીના ભરેલી 4 પ્લાસ્ટીકની ડબ્બીઓ જેમાં 205 ગ્રામ સોનાના દાગીના હતા તે ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.
આ વાતની જાણ થોડીવાર બાદ દિપકભાઈને થતાં તેઓએ તપાસ હાથ ધરી હતી, પરંતુ બન્ને શખ્સો ત્યાંથી ચોરી કરી નીકળી ગયા હતાં. જેની આજ દિવસ સુધી તપાસ કરી હતી, પરંતુ તેઓની કોઈ ભાળ ન મળતા આખરે દિપકભાઈએ ગુરુવાર રાત્રે શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.