ETV Bharat / state

ખંભાતમાં કોરનાને કારણે 3 મોત, તંત્ર ઘોર નિદ્વામાં - Demand for corona vaccine to teachers

આણંદના શહેર ખંભાતમાં ફરી એકવાર કોરોના વકર્યો છે જેના કારણે એક શિક્ષકનું મોત પણ થયું છે. કોરોનાના વધતા જતા કેસ છતા તંત્ર કોઇ યોગ્ય પગલા ન લેતું હોવાને કારણે પ્રજામાં રોષ જોવા મળ્યો હતો સાથે પ્રોફેસરો અને શિક્ષકોને કોરોના વેક્સિન આપવાની પણ માગ ઉઠી હતી.

corona
કોરોના
author img

By

Published : Mar 20, 2021, 10:38 AM IST

  • ખંભાતમાં કોરોના વકર્યો કોરોનાથી ત્રણના મોત
  • ખંભાતમાં કોરોનાના સૌથી વધુ કેસો છતા તંત્ર ઘોર નિદ્રામાં
  • તાત્કાલિક ધોરણે કોવિડ હોસ્પિટલ શરૂ કરવા લોક માગ

આણંદ:જિલ્લાના હોટસ્પોટ ગણાતા ખંભાતમાં માર્ચ 2020માં કોરોનાના કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. આરોગ્ય કમિશ્રર જયંતિ રવિ દ્વારા તાત્કાલિક ખંભાતની મુલાકાત ગોઠવી તંત્રને સાબદુ કર્યું હતું. ત્યારબાદ ફરી એકવાર માર્ચ 2021 માસમાં કોરોના નો બીજો રાઉન્ડ શરૂ થતા શહેરમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. છેલ્લા એક સપ્તાહથી વકરેલા કોરોનાને કારણે શહેરમાં ત્રણ મોત થયાં છે. જ્યારે અનેક વિદ્યાર્થીઓ શિક્ષકો અધ્યાપકો ટીડીઓ સહિત મામલતદાર કચેરીના ક્લાર્ક પણ પોઝિટિવ આવતા પંથકમાં ચકચાર મચી જવા ગઈ છે.આ અંગે જાગૃત નાગરિકો દ્વારા શહેરમાં ફરીથી તાત્કાલિક ધોરણે કોવિડ હોસ્પિટલો શરૂ કરવા માગ ઉઠવા પામી છે.
ખંભાતમાં કોરોનાના રીટર્ન

આ અંગે ખંભાત શહેર તાલુકામાં કોરોના કેસોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. હાલમાં શહેરમાં સૌથી વધુ કોરોનાના કેસો હોવા છતાં સરકારી ચોપડે એકપણ કેસ નોંધાયો નથી. છેલ્લા ત્રણ દિવસમાં ખંભાતમાં ત્રણ કોરોનાને કારણે મોત થયાં છે. જેમાં કપાસી પોળમાં રહેતા વલ્લભભાઈ પરીખ કતકપુર વિસ્તારમાં રહેતા બંસીભાઈ પ્રજાપતિ અને ગાયત્રી નગર વિસ્તારના રામજી ભાઈ મિસ્ત્રીનો સમાવેશ થાય છે. જ્યારે કોરોનાનો ભોગ બનેલ અનેક દર્દીઓ આણંદ, નડિયાદ, અમદાવાદ-વડોદરા સુધીના ધરમધક્કા થતાં હોઇ તાત્કાલિક ધોરણે ખંભાતની કાર્ડિયાક હોસ્પિટલ તેમજ જનરલ હોસ્પિટલમાં કોરોનાની હોસ્પિટલ ફરીથી શરૂ કરવા માગ કરાઈ છે.

આ પણ વાંચો : વલસાડમાં કોરોનાના કારણે જાહેર સ્થળો શનિ અને રવિવાર બંધ રહેશે

શિક્ષકો અધ્યાપકોને તાત્કાલિક ધોરણે વેક્સિન આપવા માગ

ખંભાતમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધતો હોવાને કારણે અનેક વિદ્યાર્થીઓ શિક્ષકો અધ્યાપકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ખંભાત કોલેજમાં ચાર અધ્યાપકો પોઝિટિવ આવતા તાત્કાલિક કોલેજો બંધ કરવામાં આવી છે. જ્યારે એક શિક્ષકનું કોરોનાથી મોત પણ થયું છે. શિક્ષકો અધ્યાપકોને તાત્કાલિક ધોરણે વેકસીન અપાય તે માટે શિક્ષકો સહિત અધ્યાપકોએ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં જાણ કરી હોવાનું પણ જાણવા મળેલ છે.

આ પણ વાંચો : ધૂળેટીએ પબ્લિક ગેધરીંગ નહીં થાય થવા દઈએઃ DGP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.