અમરેલીઃ જિલ્લામાં આવેલા રાજુલાના મહુવા રોડ પર દર્શન હોટેલમા બુધવારે રાત્રે 16 ધારાસભ્યો આવી પહોચ્યા હતા. રાત્રી રોકાણ બાદ આજે હવે તેઓ અમરેલી જિલ્લાની ધારી વિધાનસભા સીટની મુલાકાત લેશે અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.
આ મુદ્દે વિપક્ષનેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, જયાં ધારસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા છે, ત્યાં કાર્યકરોને મળીશુ અને આ કોરોનાની મહામારી વચ્ચે લોકોને સમજાવીશુ. તેમજ કાર્યકર્તા સાથે સંવાદ કરીશુ અને અહીંથી ધારી વિધાનસભાના ખાંભા બગસરા ધારી વિસ્તારમા જઈશુ.