ETV Bharat / state

અમરેલી જિલ્લામાં લાંબા સમય પછી મેઘરાજાની એન્ટ્રી, ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો - અમરેલીમાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો

સમગ્ર રાજ્યમાં મેઘરાજાની ખૂબ જ રાહ જોવાઈ રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

અમરેલી જિલ્લામાં લાંબા સમય પછી મેઘરાજાની એન્ટ્રી, ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો

author img

By

Published : Jul 10, 2021, 1:59 PM IST

  • અમરેલીમાં લાંબા સમય પછી મેઘરાજાની એન્ટ્રી
  • વરસાદના કારણે ખેડૂતોમાં જોવા મળી ખુશી
  • એક કલાકમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ

અમરેલીઃ અમરેલી સહિત સમગ્ર રાજ્ય વરસાદની રાહ જોઈ રહ્યું છે. ત્યારે અમરેલીમાં લાંબા સમય પછી વરસાદ પડતા ખેડૂતોની ચિંતાનો અંત આવ્યો છે. જિલ્લામાં એક કલાક સુધી ધોધમાર વરસાદ પડતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. જિલ્લાના રાજુલા, લાઠી, સાવરકુંડલા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ લોકોને પણ ગરમીના બફારામાંથી રાહત મળી હતી.

વરસાદના કારણે ખેડૂતોમાં જોવા મળી ખુશી
વરસાદના કારણે ખેડૂતોમાં જોવા મળી ખુશી

આ પણ વાંચો- વલસાડમાં વરસાદ પાછો ખેંચાતા ખેતી માટે ખેડૂતો શોધી રહ્યા છે વૈકલ્પિક રસ્તા

વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોની મૂંઝવણ વધી હતી

અમરેલી જિલ્લામાં આજે લાંબા વિરામ બાદ મેઘરાજાએ આજે દસ્તક દેતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. અમરેલી શહેરમાં આજે એક કલાક ધોધમાર અને જિલ્લાના ખાંભામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજુલા, લાઠી, સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંકડ પ્રસરતા લોકોએ બફારા માંથી રાહત અનુભવી હતી.

એક કલાકમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો- જગતનો તાત જોઈ રહ્યો છે વરસાદની વાટ

ખેતીપાકને જીવતદાન મળ્યું હોઈ એવું પણ કહી શકાય

અમરેલીમાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થતા મોટા ભાગના વિસ્તારમાં ખેડૂતોએ વાવણી કરી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ખેંચાતા પાકને પાણીની ખેંચ પડી હતી, જેના કારણે ખેડૂતોની મુંઝવણ વધી હતી. ખેતરોમાં થયેલા વાવેતર પર સંકટ સર્જાયું હતું. જોકે, આજે જિલ્લામાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.