સાવરકુંડલાઃ સમગ્ર દેશમાં જ્યારે કોરોનાની મહામારી સામે લડવા લૉકડાઉન કરવામાં આવ્યું છે. એવામાં લૉકડાઉનનો ચુસ્ત પણે અમલ કરાવવાની જવાબદરી પોલીસ પર છે, ત્યારે સાવરકુંડલા શહેરમાં એક શરમજનક ઘટના સામે આવી છે.
શહેરના પઠાણફળી વિસ્તારમાં લોકો સોશિયલ ડિસ્ટંસિંગનો ભંગ કરી રહ્યાં હતાં, એવા સમયમાં 2 પોલીસ કોન્સટેબલ દ્વારા ટોળું વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ટોળા દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો.
જે બાદમાં પોલીસ દ્વારા 2 લોકો વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ ગુનો નોધી બન્ને આરોપીઓની તાત્કાલિક ધડપકડ કરવામાં આવી છે.
સાવરકુંડલા પોલીસ દ્વારા લૉકડાઉન અંતર્ગત પેટ્રોલિંંગ દરમિયાન ટોળા વળીને તથા સોશિયલ ડિસ્ટન્સ રાખ્યુ નહીં તેવા 23 લોકો વિરુદ્ધ જાહેરનામાં ભંગ તથા એપેડેમીક ડીસીઝ એકટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.