અમરેલી: શહેરના રખડતા પશુઓને ઘાસચારો નાખતા 4 યુવકો તેમજ ઘાસચારો ભરેલા ટ્રેકટરને પોલીસે ડીટેઇન કર્યા હતા. જેને લઇને પરેશ ધાનાણી, વિરજી ઠુંમર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો પોલીસ સ્ટેશન ધરણા પર બેઠા છે.
અમરેલી પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે "કોઈને છોડવામાં નહીં આવે લોકડાઉન લોકોની સલામતી માટે છે. કડક અમલ કરાશે લોકોને સલામત અંતર જાળવવું જોઈએ, તંત્ર દ્વારા આપવામાં આવેલ પાસનો દૂર-ઉપયોગ ન કરવો જોઈએ."