- ગુજરાત વિધાનસભાની ધારી બેઠકની પેટા ચૂંટણી
- જાણીએ શું કહે છે ધારીની જનતા
- અપક્ષ ઉમેદવારે વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ
ધારી/અમરેલી: આગામી 3 નવેમ્બરે ગુજરાત વિધાનસભાની 8 બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે. ત્યારે ભાજપ, કોંગ્રેસ તેમજ અપક્ષ ઉમેદવારો પણ પ્રચાર કાર્યમાં જોડાયેલા છે. અમરેલી જિલ્લાની ધારી વિધાનસભા બેઠક પર શું છે જનતાના પ્રશ્નો અને કેવો છે જનતાનો મિજાજ. તે જાણવા ઈટીવી ભારતે પ્રયાસ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ધારીની જનતા વર્ષોથી વિકાસ ઝંખે છે. બીજી તરફ બેરોજગારી પણ આ વિસ્તારના યુવાનોનો વિકટ પ્રશ્ન છે. ત્યારે જનતાએ ભાજપ અને કોંગ્રેસ બન્નેના ઉમેદવારો પર નારાજગી દર્શાવી અપક્ષ ઉમેદવાર પર વિશ્વાસ દર્શાવ્યો છે અને અપક્ષ ઉમેદવાર પિયુષ ઠુમ્મરે પણ પોતાની સાથે જનતાનું સમર્થન હોવાનું જણાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.