અમરેલીઃ જિલ્લામાં અવારનવાર સિંહ લટાર મારતા મારતા રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે. ને લોકો પર હુમલો કરતા હોય છે. ત્યારે હવે એક સિંહણે જાફરાબાદમાં એક જ દિવસમાં 6 વ્યક્તિ ઉપર હુમલો (Lion terror in Amreli) કર્યો હતો. આના કારણે વન વિભાગની ટીમ હવે દોડતી થઈ છે. વન વિભાગે સિંહણને શોધવા સર્ચ ઓપરેશન શરૂ (Forest Department Search Operation for Lion) કર્યું છે. સાથે જ વન વિભાગે સિંહણને પકડવા માટે વિવિધ જગ્યા પર પાંજરા મૂક્યા છે.
6 લોકો થયા ઈજાગ્રસ્ત - સામાન્ય સંજોગોમાં સિંહ કે સિંહણ લોકો પર હુમલો કરતા (Lion terror in Amreli) નથી. પરંતુ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ પાસે એક સિંહણ આતંક મચાવી 6 લોકો પર હુમલો (Lion terror in Amreli) કર્યો હતો. સિંહણે વન વિભાગના 2, SRDના 2 અને વધુ ત્રણ વ્યક્તિ પર હુમલો (Lion terror in Amreli) કર્યો હતો. કદાચ સિંહણને હડકવાયો થયો હોવાનું વન વિભાગે જણાવ્યું હતું. જોકે, વન વિભાગની ટીમ અત્યારે સિંહણને પકડવા (Forest Department Search Operation for Lion) માટે ખડેપગે ઊભી છે.
આ પણ વાંચો- ખાંભાના ઇંગોરાળા ગામમાં સિંહે પશુનું કર્યું મારણ
ઈજાગ્રસ્તો સારવાર હેઠળ - સિંહણના હુમલા પછી ત્રણ ઈજાગ્રસ્તોને જાફરાબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ જાફરાબાદના બાબરકોટ રસ્તા ઉપર ફૂલ વાહનમાં નીકળવા વન વિભાગે અપીલ કરી હતી. તો પૂર્વ સાંસદીય સચિવ હીરાભાઈ સોલંકી (Appeal of former Parliamentary Secretary Hirabhai Solanki) સિંહણ ન પકડાય ત્યાં સુધી એ રસ્તે ન નીકળવા માટેનો અનુરોધ કર્યો હતો. સાથે જ ધારાસભ્ય અમરીશ ડેરે સિંહણ ન પકડાય ત્યાં સુધી ખૂલ્લા વાહનોમાં ન નીકળવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો- Lioness Attack in Jaffrabad : સિંહણે ત્રણ લોકોને કર્યા લોહીલુહાણ
ખૂલ્લા વાહનમાં ન નીકળવા અપીલ - વન વિભાગે પણ હુમલાખોર સિંહણ વિસ્તારમાંથી (Lion terror in Amreli) ન પકડાય ત્યાં સુધી ઘરમાં રહેવાની અપીલ કરી હતી. વન વિભાગની ટીમ પોતાની જ વાનમાં સ્પીકર લગાવી લોકોમાં જાગૃતિ ફેલાવી (Lion terror in Amreli) રહી છે. વન વિભાગે લોકો માટે પ્રચાર કરી સિંહ ન પકડાય ત્યાં સુધી બહાર ન નીકળવા અપીલ કરી રહ્યું છે. બીજી તરફ પોલીસે પણ બાબરકોટ રસ્તા પર બંદોબસ્તની ગોઠવણી કરી છે.