- અનરાધાર વરસાદના કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું
- શેત્રુંજી નદી કાંઠે આવેલા ગામોમાં ભારે નુકસાન થયુ
- અમરેલીની સૌથી મોટી અમર ડેરીમાં નદીનું પાણી ઘુસ્યુ
અમરેલી: વાવાઝોડું પસાર થયા બાદ અમરેલી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સમગ્ર જીલ્લામાં ભારે વરસાદથી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે. જેના કારણે નદી કાંઠે આવેલા ગામોમાં ભારે નુકસાન થયુ છે અને ખેતરોમા લહેરાતા ઉભા પાકને પણ નુકસાની જોવા મળી છે. અમરેલીની સૌથી મોટી અમર ડેરીમાં પણ શેત્રુજી નદીના પાણી ઘુસી ગયા છે. આથી, અમર ડેરીનો પ્લાન્ટ બંધ કરાયો છે. ડેરીમાં અમુક કર્મચારીઓ ફસાયાની વિગતો જાણવા મળી છે. જેનું રેસ્ક્યું કરાયું હતું.
આ પણ વાંચો: વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લાની 18 કોવિડ હોસ્પિટલને થઇ અસર
નીચાણ વાળા ગામોમાં નદીનું પાણી ફરી વળ્યા
શેત્રુજી નદીમાંથી ભારે પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. વર્ષો બાદ શેત્રુજી નદીમાં આટલા મોટા પ્રમાણમાં પાણી આવ્યુ છે. આથી, લોકોના જીવ તાળવે ચોટ્યા છે. તંત્ર દ્વારા હાલ બચાવ અને રાહત કામગીર ચાલુ છે. ત્યારે, સાવચેતીના ભાગ રૂપે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. આજુ બાજુના નીચાણ વાળા ગામોમાં નદીનું પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.
આ પણ વાંચો: રાજુલામાં તૌકતે વાવાઝોડાએ લીધો બાળકીનો ભોગ, દીવાલ ધસી પડતા 4 લોકો દટાયા