- ઝાયડસ કેડિલા હેલ્થ કેર લિમિટેડે વેક્સીન તૈયાર કરી
- ઝાયડસ કેડીલાને મળી હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી
- આ પરીક્ષણ જુલાઇ 2020માં શરુ કરવામાં આવશે
અમદાવાદ : શહેરની કંપની ઝાયડસ કેડિલા હેલ્થ કેર લિમિટેડ હાલમાં વેક્સીન તૈયાર કરી રહી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇંડિયા દ્વારા વેક્સીનના ફેઝ-1 અને ફેઝ-2ના હ્યૂમન ટ્રાયલની મંજૂરી આપી દીધી છે.
જેમાં કંપની જલ્દી જ હ્યુમન પર વેક્સીનની ટ્રાયલ માટે ઇનરોલમેંટ પ્રક્રિયા શરૂ કરશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલને પુરા કરવા માટે અંદાજે ત્રણ મહિના જેટલો સમય લાગી શકે છે. કોરોનાને લઇને દેશમાં કથળતી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સરકારે ઝડપથી ક્લીનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી દીધી. આ અગાઉ ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી ભારતની પહેલી Covid-19 વેક્સીન - Covaxin tm માનવ ક્લીનિકલ પરીક્ષણ પહેલા અને બીજા તબક્કા માટે DGCI( Drug Controller General of India)ની મંજૂરી મળી હતી. આ પરીક્ષણ જુલાઇ 2020માં શરૂ કરવામાં આવશે.