અમદાવાદઃ માતાદિન મૂળનિવાસી યુવા સોશિયલ ટ્રસ્ટ દ્વારા વિરમગામ સેવા સદન કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઘટનાની સ્પેશિયલ સીટમાં રચના કરી આ ઘટનાની અંદર સામેલ કાવતરૂ ઘડનારા આરોપી તથા પોલીસ કર્મચારીઓને વિરોધમાં યોગ્ય તપાસ કરી ન્યાય મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
વિરમગામમાં હાથરસ દૂષ્કર્મ કેસના આરોપીઓને ફાંસીની સજાની માગ સાથે બાઇક રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ઉત્તર પ્રદેશ હાથરસમાં બનેલી દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પડઘા અમદાવાદના વિરમગામ શહેરમાં પણ પડ્યા છે. વિરમગામ માતાદિન મૂળનિવાસી યુવા સોશિયલ ટ્રસ્ટ-વિરમગામ દ્વારા સેવા સદન કચેરી ખાતે નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ યુ.પીના હાથરસની ઘટના બાબતે ગંભીરતાપૂર્વક તપાસ કરી આરોપીઓને આજીવન કારાવાસ અથવા ફાંસીની સજાની માગ કરવામાં આવી હતી.
જેમાં વિનોદભાઈ બાકરોચિયા, રાજેશભાઇ મકવાણા, કૌશિકભાઈ ગરિયાલ, હરીભાઇ પરમાર, દીપકભાઈ ધરમશી ભાઈ ચાવડા, ખોડાભાઈ સહિતના અગ્રણીઓ, મહીલાઓ પણ સોશિયલ ડીસ્ટન્સ સાથે આ રેલીમાં જોડાયા હતા. આ ઘટનાના વિરોધમાં આ બાબતને ગંભીરતાપૂર્વક અને આરોપીને ફાંસીની સજાની માગ કરવામાં આવી હતી.