અમદાવાદ : આજથી ICC ODI વલ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે વિશ્વ કપની પ્રથમ મેચમાં દર્શકોનો મોળો રિસ્પોન્સ જોવા મળ્યો છે. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગત વર્ષના ચેમ્પિયન ઇંગ્લેન્ડ વિરુદ્ધ રનર અપ ન્યુઝીલેન્ડની ટક્કર છે. ત્યારે 1 લાખ 10 હજારની ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ સુધીમાં દર્શકોની પાંખી હાજરી નોંધાઈ છે.
પ્રેક્ષકોની પાંખી હાજરી : બપોરે 2.30 કલાકે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની પ્રથમ મેચ થઈ ચૂકી છે. ત્યારે આજની મેચ જોવા ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડમાં રહેતા NRI ગુજરાતીઓ સહિત બીજા રાજ્યના ક્રિકેટ ચાહકો આવ્યા છે. સ્ટેડિયમની બહાર સવારથી જર્સી અને કેપ વેચનારનો ખડકલો છે. અમદાવાદ સહિત રાજ્યભરના ક્રિકેટ ચાહકો ભારત-પાકિસ્તાન મેચની રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ICC વલ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર સચિન તેંડુલકર ઉપસ્થિત છે.
વિદેશીઓ ગરમીથી અકળાયા : આજથી શરુ થઈ રહેલા ICC ODI વલ્ડ કપમાં વિશ્વની 9 ક્રિકેટ ટીમ ભારતમાં છે. ત્યારે ભાદરવાની ગરમી ઇંગ્લિશ અને કીવી ખેલાડીઓ માટે પરેશાની બની શકે છે. આજની આરંભિક મેચમાં ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમસન ઈજાના કારણે નહી રમે. ઉલ્લેખનિય છે કે, ઈંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડ ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.