ETV Bharat / state

Electric Vehicle In Gujarat: ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ શા માટે વધારે છે? ETV Bharatનો વિશેષ અહેવાલ

દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ દિવસને દિવસે આસમાન પર પહોંચી ગયા છે. મોટી સંખ્યા વાહનો હોવાને કારણે હવા પ્રદુષણ મોટા પ્રમાણમાં જોવા મળતું હોય છે. જેને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલનો વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે પ્રોત્સાહન આપવા પોલીસી પણ જાહેર કરી હતી. જેનાથી ઇલેક્ટ્રિક વ્હીકલ ચાલકને ફાયદો થાય છે. સાથે શહેરના પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે. આથી બેવડા લાભને કારણે ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલની માંગ દિવસેને દિવસે વધી રહી છે. ETV ભારતનો વિશેષ અહેવાલ...

why-is-the-demand-for-electric-vehicles-high-in-gujarat-a-special-report-by-etv-bharat

author img

By

Published : Jun 2, 2023, 6:41 PM IST

ગાંધીનગર: ગુજરાત સરકારે 2021માં ઈલેક્ટ્રિક વ્હીકલ પૉલીસી જાહેર કરી હતી. જેમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદનારને સબસીડી આપવાની જોગવાઈ હતી અને ચાર્જિંગ સ્ટેશન સ્થાપનારને પણ સબસીડીની જોગવાઈ કરી છે. અને 2024માં 2 લાખ ઈલેક્ટ્રિક વ્હીકલ વાહનોનો ટાર્ગેટ રાખ્યો હતો.

ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનો
ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનો

RTOમાં રજિસ્ટ્રેશન: ગાંધીનગરના કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતની તમામ આરટીઓમાં મળીને કુલ 1,18,000 થી વધુ વાહનોનું રજીસ્ટ્રેશન અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે. જેમાં આશરે દ્વિ ચક્રીય વાહનોની સંખ્યા 1,06,341, થ્રી વ્હીલર 4,093, ફોર વ્હીલર 5,646 અને અન્ય ઇલેક્ટ્રિક વાહનો 2000 સહિત ગુજરાતની તમામ RTO ઓફિસમાં 1,18,000 થી વધુ વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે.

ગુજરાતમાં સબસીડી
ગુજરાતમાં સબસીડી

પેટ્રોલ-ડીઝલ વાહનોની જેમ રજિસ્ટ્રેશન પ્રક્રિયા: અમદાવાદના ઇલેક્ટ્રિક વાહનોના ડીલર સોહેબ પઠાણે ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે રીતે પેટ્રોલ ડીઝલના વાહનોનું RTO માં રજિસ્ટ્રેશન કરવામાં આવે છે તેવી જ રીતે ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. જેમાં વાહનની મૂળ કિંમતના 6 ટકા ટેક્સ ભરવામાં આવશે. આ તમામ રજિસ્ટ્રેશન સરકારના કાયદા અનુસાર ડીલર દ્વારા જ કરવામાં આવે છે.

ગુજરાતમાં સબસીડી: શોએબ પઠાણે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોમાં શરતો મુજબ સબસીડી આપવામાં આવે છે. શરત મુજબ કોઈ કંપની ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરે છે તો 3 વખત એટલે કે 3 ઇલેક્ટ્રિક વાહનો પર સબસીડી આપવામાં આવી છે. વ્યક્તિ પોતાના પર્સનલ વપરાશ માટે ઇલેક્ટ્રિક વાહનની ખરીદી કરે તો ફક્ત એક જ વખત સબસીડી આપવામાં આવે છે. આમ અગાઉ કોઈ વ્યક્તિએ સબસીડી મેળવી હોય તો પછી એ વ્યક્તિ ફરી ઇલેક્ટ્રિક વાહનોની સબસીડી માટે ગેરલાયક ઠરે છે.

ખર્ચ ઘટશે
ખર્ચ ઘટશે

20 પૈસા પ્રતિ કિલોમીટર: શોહેબ પઠાણે વધુમાં જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વાહન પેટ્રોલ વાહનો કરતા સસ્તું નીવડે છે. ગણતરીના કલાકમાં બેટરી ફૂલ ચાર્જ થઈ જાય છે જ્યારે બેટરી ફૂલ ચાર્જ કરવા ફક્ત 2.5 યુનિટ વીજળીનો ઉપયોગ થાય છે એટલે 18 રૂપિયાના ખર્ચમાં ઇલેક્ટ્રિક 2 વ્હીલર ફૂલ ચાર્જ થઈ જાય છે અને ફૂલ ચાર્જ કર્યા બાદ વાહન 100 કિલોમીટર જેવું ચાલે છે. આમ 20 થી 25 પૈસાના ખર્ચે એક કિલોમીટરની એવરેજ આવે છે.

ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં 25 ટકા સબસીડી: ચાર્જિંગ સ્ટેશન માટે રાજ્ય સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. આ બાબતે રાજ્યના ઉર્જાપ્રધાન કનુ દેસાઈએ 29 સપ્ટેમ્બર 2022 ના રોજ નિવેદન આપ્યું હતું કે રાજ્યના કોર્પોરેશન વિસ્તાર, નગરપાલિકા, રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગ, પ્રવાસી સ્થળોએ કુલ 4 કેટેગરીમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. જેમાં ચાર્જિંગ સ્ટેશનના સફળ કમિશનિંગ પર મંજુર મૂડીની 80 ટકા સબસીડી રિલીઝ કરવામાં આવશે. 2 વહીલર્સ, 3 વહીલર્સ અને 4 વહીલર્સ માટે પ્રથમ 250 કોમર્શિયલ પબ્લિક ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન માટે સાધનો/મશીનરી પર 25 ટકા પણ 10 લાખ સુધીની મર્યાદામાં મૂડી સબસીડી પાત્ર બનશે. ગુજરાતમાં હાલમાં 215થી વધુ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત થઈ ગયા છે.

સબસીડી કેવી રીતે મેળવશો: જો આપ ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદો છો તો વ્હીકલ વેચાણ કરનારા ડીલર જ સરકાર પાસેથી સબસીડી મેળવવાની પ્રક્રિયા કરી આપે છે. તમે ઈલે. વ્હીકલ આરટીઓમાં જેવું રજિસ્ટ્રેશન કરાવશો પછી તમને સબસીડી મળવા પાત્ર છે. અથવા તો આપ જાતે ઓનલાઈન અરજી કરીને સબસીડી મેળવી શકો છે.

વ્હીકલ પોલિસી અંતર્ગત ટાર્ગેટ: ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021 માં જાહેર કરેલ ઇલેક્ટ્રીક વ્હીકલ પોલિસી અંતર્ગત 2024 સુધીમાં બે લાખ ઇલેક્ટ્રીક વાહનોનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બે વર્ષની અંદર હાલમાં ગુજરાતમાં એક લાખથી વધુ ઇલેક્ટ્રીક વાહનો રોડ પર દોડી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અન્ય રાજ્યો કરતાં બમણી સબસીડી આપવામાં આવે છે. જેથી ગુજરાત પર 870 કરોડ રૂપિયાનો બોજ પડશે, તેવું નિવેદન ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આપ્યું હતું.

અમદાવાદમાં ઈલેક્ટ્રિક વ્હીકલ: અમદાવાદ RTOમાં રજિસ્ટ્રેશન થયેલ ઇલેક્ટ્રિક વ્હીકલ વાત કરવામાં આવે તો 2021માં 1400 જેટલા ઇલેક્ટ્રિક વ્હીકલ રજિસ્ટ્રેશન થયા હતા. 2022માં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાંથી મળીને 11,346 જેટલા ઇલેક્ટ્રિક વ્હીકલ RTO ખાતે રજિસ્ટ્રેશન થયા છે. જયારે 2023ના 30 મે સુધીમાં જ 8 હજાર કરતા વધુ ઇલેક્ટ્રીક વ્હીકલ રજિસ્ટ્રેશન થયા છે.

સરકાર દ્વારા પ્રોત્સાહન: અમદાવાદ RTO કચેરીના ઋતુરાજ દેસાઈએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં અને રાજ્યમાં વધુમાં વધુ ઇલેક્ટ્રિક વ્હિકલનો ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. લોકો વધુ ઇલેક્ટ્રિક વ્હિકલ પ્રત્યે જાગૃત કરવામાં માટે કિલો ઇલેક્ટ્રિકવોટ દીઠ 10 હજાર રૂપિયાની સબસીડી આપવામાં આવી રહી છે. જેમાં ટુ વ્હિલરમાં 20 હજાર રૂપિયા, થ્રી વ્હિલરમાં 50 હજાર રૂપિયા અને ફોર વ્હિલરના 1 લાખ 50 હજાર રૂપિયા સબસીડી આપવામાં આવી રહી છે.

'છેલ્લા 2 વર્ષમાં ઇલેક્ટ્રિક વ્હિકલનો ગ્રોથ ખૂબ મોટો જોવા મળી રહ્યો છે. આવનાર દિવસોમાં ઇલેક્ટ્રિક વ્હિકલ માંગ વધતી જશે. જોકે હાલમાં જેટલા પ્રમાણ પેટ્રોલ અને ડીઝલના વાહનનું વેચાણ થઈ રહ્યું છે. તેટલી સંખ્યામાં ઇલેક્ટ્રિક વ્હિકલનું વેચાણ થઈ રહ્યું છે.' -બીંદી શાહ, ઇલેક્ટ્રીક વ્હિકલ BU4ના ફાઉન્ડર

અમદાવાદમાં 30 ચાર્જિંગ સ્ટેશન: અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાર્જિંગ સ્ટેશન જોવા મળી રહ્યા છે. જેમાં બોડકદેવ, જજીસ બંગલો, એસ.જી હાઇવે પર આવેલ ગ્રાન્ડ ભગવતી હોટલની સામે, રાજપથ કલબ પાસે, વ્યાસવાડી, કે.કે નગર, દેવકુટિર બંગલો આંબલી ગામ, ડ્રાઈવિંગ રોડ, વસ્ત્રાપુર, બાકરોલ, એલિસબ્રિજ, મકરબા, ઉસ્માનપુરા, નારોલ, કાંકરિયા, સાબરમતી, સોલા, પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં અંદાજિત 30 જેટલા ચાર્જિંગ સ્ટેશન હાલમાં ઉપલબ્ધ છે.

સુરતમાં ઈલે. વ્હીકલના વેચાણમાં વધારો: સુરત ઇન્ચાર્જ આરટીઓ અધિકારી એ.એમ.પટેલે જણાવ્યું કે, 2012 દરમિયાન 3005 ઇલેકટ્રીક વ્હીકલ્સ નોંધવામાં આવ્યા હતા. તેમની સામે 1 લાખ 60 પેટ્રોલ ડીઝલ વાહનો નોંધવામાં આવ્યા હતા. 2022માં ઇલેકટ્રીક વ્હીકલ્સના વાહનોમાં વધારો જોવા મળ્યો હતો. એટલે કે 21,875 ઇલેક્ટ્રીક વાહનો નોંધવામાં આવ્યા હતા. જેની સામે 1 લાખ 50 હજાર પેટ્રોલ-ડીઝલના વાહનો નોંધવામાં આવ્યા હતા. હાલ 2023માં 10,800 ઇલેકટ્રીક વ્હીકલ્સ નોંધવામાં આવ્યા છે. વર્ષ 2021-22માં 3335 ઇલેકટ્રીક વ્હીકલ્સને સબસીડી રૂપે 7.72 કરોડ રૂપિયા ચૂકવામાં આવ્યા છે.

સુરતનું માર્કેટ નંબર વન: ઈલેક્ટ્રીક વાહનના ડીલર વિનય કેજરીવાલે ETV Bharatને જણાવ્યું કે, ઈલેક્ટ્રીક વાહનની ડિમાન્ડ ખૂબ જ વધવા લાગી છે. આની માટે સુરતનું માર્કેટ ભારતમાં એક નંબર ઉપર ચાલી રહ્યું છે. સુરતના લોકો ઈલેક્ટ્રીક વ્હીકલને એક વ્હીકલ રુપે નહીં. પર્યાવરણ પ્રતી પોતાની જવાબદારી રૂપે તેઓ પોતાનું કાર્ય કરી રહ્યા છે. આ ઈલેક્ટ્રીક વ્હીકલમાં ત્રણથી ચાર કલાકમાં ચાર્જિંગ થઇ જાય છે.

વડોદરામાં કુલ 12.67 કરોડની સબસીડી ચુકવી: વડોદરા શહેર જિલ્લામાં પણ EV વાહનોનું ખૂબ વેચાણ થઈ રહ્યું છે. બે વર્ષના ટૂંકા ગાળામાં વડોદરા આરટીઓ ખાતે 9,260 વાહનો રજીસ્ટર્ડ થયા છે. જેમાં 5,671 ઇવી વાહનોને સરકાર દ્વારા સબસીડી પુરી પાડવામાં આવી છે. આ સબસીડીમાં કુલ 12.67 કરોડથી પણ વધુ રૂપિયા ચુકવવામાં આવ્યા છે.

વડોદરામાં ઈલે. વ્હીકલનો ટ્રેન્ડ: વડોદરા આર.ટી.ઓ ખાતે મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા ઉદય એ. કારેલીયાએ જણાવ્યું હતું કે, આજકાલ ઇલેટ્રિકલ વિહિકલ પરચેઝ કરવાનો ટ્રેન્ડ ઘણો સારો રહ્યો છે. પબ્લિક ઇલેક્ટ્રિકલ વ્હિકલ લેવા માટે પ્રોત્સાહિત પણ થઇ છે, તેના માટે સરકારે પણ ઘણી મહેનત કરી છે અને સબસીડીનું આયોજન પણ કર્યું છે.

કચ્છમાં વેચાણમાં ધીમો વધારો: કચ્છ આરટીઓ ખાતે નોંધણી થયેલ વાહનોની વાત કરવામાં આવે તો 1 જૂન 2022થી 31 મે 2022 સુધીમાં કુલ 557 વાહનો નોંધાયા છે. 1 જૂન 2022થી 31 મે 2022 સુધીમાં કુલ 2368 વાહનો મળી કુલ 2925 વાહનો રજીસ્ટર્ડ થયેલ છે. કહી શકાય કે જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ ઇલેક્ટ્રિક વાહનોની માંગ અને વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે.

'આરટીઓની પાસિંગ જ ઇલેક્ટ્રિક વાહનો હોય છે જેના નિયમોમાં બેટરી છે તે અડધો કલાકની કેપેસિટી 30 મિનિટનો 0.25 kw કરતા ઓછી હોય. જેનું મેક્સિમમ સ્પીડ 25 કરતા ઓછી હોય એટલે કે 25 km/h અને ત્રીજું તેનું બેટરી સિવાયનું ગાડીનું વજન 60 kg કરતા ઓછું હોય તો એને રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર રહેતી નથી. આ સિવાયના તમામ ઇલેક્ટ્રીક વાહનોને રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.' -પ્રદીપસિંહ વાઘેલા, મુખ્ય અધિકારી, ભુજ આરટીઓ કચેરી

ઈલે. ટુ વ્હીલરનું વેચાણ ઘટશે? કેન્દ્ર સરકારે પહેલી જૂનથી અમલી બને તે રીતે ઈલેક્ટ્રિક ટુ વ્હીલર પરની સબસીડીમાં રૂપિયા 15,000-32,000 સુધીનો ઘટાડો કર્યો છે. જેને કારણે ઈલેક્ટ્રિક ટુ વ્હિલર ઉત્પાદન કર્તાઓ પર બોજ આવતાં કિંમતમાં સરેરાશ રૂપિયા 15,000થી 32,000નો અલગઅલગ મોડલ પ્રમાણે ભાવ વધારો કર્યો છે. આ ભાવ વધારાને કારણે હવે પછી ઈલેટ્રિક ટુ વ્હીલરના વેચાણ પર અસર થશે.

  1. Electric Vehicles: ગુજરાતની સડકો પર દોડી રહ્યા છે 1.50 લાખ ઇલેક્ટ્રિક વાહનો, અન્ય રાજ્ય કરતા ગુજરાતમાં ડબલ સબીસીડી
  2. Electric Vehicles: અમદાવાદીઓ ઇલેક્ટ્રિક વાહનની ખરીદી તરફ વળ્યા, 2 વર્ષમાં અંદાજિત 20 હજાર જેટલા ઇલેક્ટ્રિક વ્હીકલ થયા રજીસ્ટર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.