ETV Bharat / state

ચાઈનીઝ એપ્લિકેશન પ્રતિબંધ અંગે શું કહે છે અમદાવાદના યુવાઓ..

ગઈકાલે બનેલા એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમમાં ભારત સરકાર દ્વારા ચીનની કંપનીઓની ડિજિટલ એપ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે. ટિકટોક સહિતની ભારતમાં ખૂબ જ વપરાતી ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશન્સન ડેટા સિક્યોરિટીને લઇને કેન્દ્ર સરકારે 59 મોબાઈલ એપને ભારતમાં પ્રતિબંધિત કરી દીધી છે.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Jun 30, 2020, 5:45 PM IST

અમદાવાદઃ દેશની સરહદે ચીનની ગંભીર પ્રકારની હરકતો બાદ સમગ્ર દેશ ચીન પ્રત્યે રોષ અનુભવી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ આ બાબતે યુવાનોમાં ભારે આક્રોશ છે. ભારત સરકારના પગલાં સાથે મોટાભાગના લોકો સહમત છે. ભારત સરકાર દ્વારા ગઈકાલે 59 જેટલી ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાંથી ઘણી બધી એપ્લિકેશનનો અત્યારની પેઢીના યુવાઓ ઉપયોગ કરી રહ્યા છે.

ચાઈનીઝ એપ્લિકેશન પ્રતિબંધ અંગે શું કહે છે અમદાવાદના યુવાઓ..

આપને જણાવીએ કે, મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સેક્શન 69-એ અંતર્ગત સરકારે આ નિર્ણય લીધો છે. ભારત સરકારે પ્રતિબંધિત કરેલી 59 ચાઈનીઝ મોબાઈલ એપ હવે ડાઉનલોડ નહીં કરી શકાય. ભારતના લદ્દાખમાં ચીની સૈન્યની હિંસક અથડામણમાં આપણાં 20 જવાનો વીરગતિને પ્રાપ્ત થયાં હતાં. આ ઘટનાને લઇને દેશભરમાં વ્યાપક પ્રમાણમાં આક્રોશ સહિત ચીન સામે કડક કાર્યવાહીની માગણી ઊઠી હતી. ભારતમાં સૌથી વધુ અબજો રુપિયાનો નિકાસ વેપાર કરતું ચીન આ પ્રકારની હરકત કરે તેને અક્ષમ્ય ગણવાનો જનઅનુરોધ સામે આવ્યો હતો.

ભારતમાં પ્રતિબંધિત કરાયેલી 59 ચાઈનીઝ એપ્સમાં ભારતીયોના મોબાઈલ પર રાજ કરતી ટિકટોક, ઝેન્ડર, વિટેરહેલો, યુસી બ્રાઉઝર કેમ સ્કેનર જેવી એપ્સ પણ સામેલ છે. સાયબર એક્સપર્ટ દ્વારા પહેલાં જ સરકારને ચેતવવામાં આવી હતી કે, અમુક ચાઈનીઝ એપ્સ રાષ્ટ્રની સુરક્ષાની દ્રષ્ટિએ પણે જોખમી હતી. એકલા ટિકટોકની જ માર્કેટ વેલ્યૂ અબજોમાં થાય છે, ત્યારે તમામ એપ્લિકેશનના બંધ થવાથી ચીનને આશરે પાંચથી સાત હજાર કરોડનો આર્થિક ફટકો પડશે.

ભારત સરકારે લીધેલા નિર્ણયની જાણકારી ગૃહમંત્રાલયના સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરને મોકલી આપવામાં આવી છે. આ સેન્ટર દ્વારા એપ પ્રતિબંધિત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

આપને જણાવીએ કે 30 જૂન, એટલે કે આજે સોશિઅલ મીડિયા ડે તરીકે ઉજવાય છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ સરકારે આ મોટો નિર્ણય લીધો હતો. જો કે,સંરક્ષણ વિભાગમાં 2017થી 44 જેટલી મોબાઈલ એપ્સ વાપરવા પ્રતિબંધ મૂકાયેલો હતો. જેમાં સામેલ કેટલીક એવી એપ્સ પણ છે જે ગઈકાલે પ્રસિદ્ધ થયેલી પ્રતિબંધ યાદીમાં છે.

ભારતને દુનિયાનાં સૌથી મોટા એપ માર્કેટ તરીકે ઓળખાય છે. ઉદાહરણરૂપે જોઇએ તો, 2017માં પ્લે સ્ટોરમાં 100 એપમાંથી 18 ચાઈનીઝ એપ હતી, જે 2018માં વધીને 44 થઈ ગઈ હતી. 2019-20 સુધીમાં આ એપ્સમાં અનહદ વધારો થયો છે. જેમાં ઘણી એવી પણ એપ્સ હતી જે ચાઈનીઝ હોવાની જાણ પણ થતી નથી.

ETVBharat સંવાદદાતા આનંદ મોદીએ અમદાવાદના પ્રિવા બારોટ, માહી રાવ, વ્રજ રાવ, ઉજ્જવલ મહેતા અને સામાજિક કાર્યકર્તા યુ. બી. રાવ સાથે લાઈવ ડિસ્કશન કર્યું હતું. જેમાં એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવતાં મેગાસિટી અમદાવાદના યુવાઓનો પ્રતિભાવ આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.