અમદાવાદઃ ઉનાળાની શરૂઆતમાં જ અમદાવાદમાં ટેન્કર રાજ જોવા(Tanker Raj in Ahmedabad ) મળી રહ્યું છે. એકબાજુ અમદાવાદ શહેરને સ્માર્ટ સીટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરની મધ્યમમાં (Water problem in Ahmedabad) ગોમતીપુર વિસ્તારમાં પાણી માટે ટેન્કર માંગવા પડી રહ્યા છે. ગોમતીપુરના સુંદરમનગરમાં 1400 થી 1500 મકાનોમાં પ્રદુષિત પાણી આવતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
બે ત્રણ માસથી પાણીની બહુ મોટી સમસ્યા - અમદાવાદના ગોમતીપુર વિસ્તારના સુંદરમનગરમાં(Water problem in Gomtipur) છેલ્લા બે ત્રણ મહિનાથી પ્રદુષિત પાણી આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. એકબાજુ શહેરમાં ભારે ગરમી અને ઉનાળાની શરૂઆતમાં (Water problem in Gujarat)જ પાણી ભરવા માટે લાંબી કતારો લાગી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઇકબાલ શેખે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગોમતીપુરની આસપાસ ચાર પાંચ ઓવરહેડ ટાંકી આવેલી હોવા છતાં છેલ્લા બે ત્રણ માસથી પાણીની બહુ મોટી સમસ્યા જોવા મળી રહી છે. ઓવરહેડ ટાંકી હોવા છતાં પાણીનું પ્રેશર ખૂબ જ ઓછું આવે છે. તેમાં પણ જે પાણી આવે છે તે ખૂબ પ્રદુષિત પાણી આવે છે કોઈ જ કામ આવતું નથી.
પૂર્વ ઝોનના અધિકારીને અનેકવાર રજુઆત કરવામાં આવી - વધુમાં જણાવ્યું હતું કે ઝોન અધિકારીઓનું સંકલનથી વધારે પ્રોબ્લેમ વોટર પ્રોજેકટ અને વોટર ઓપરેશનનો છે. જેની વચ્ચે પ્રજા ભરઉનાળામાં (Gujarat Water Policy )પીસાઈ રહી છે. પુર્વ ઝોનના અધિકારીને અનેકવાર રજુઆત કરવામાં આવી હતી.અને ગઈકાલે કોર્પોરેશનની જનરલ બોર્ડમાં પણ અમે પાણી મુદ્દે સવાલ ઉઠવ્યા પણ તેમને ઉગ્ર બોલાચાલી કરી બોર્ડ રદ કરવી દીધું હતું. જેના કારણે કોગ્રેસના કોર્પોરેટર દ્વારા મેયરને પ્રદૂષિત પાણીની બોટલ ભેટમાં આપી હતી.
આ પણ વાંચોઃ Water Problem in Summer : દ્વારકામાં સલાયા બંદરના લોકો પાણી વગર ત્રસ્ત ને તંત્ર પાણીના વેપારમાં મસ્ત
મહિલાઓ પાણી માટે વલખા મારી રહી છે - એકબાજુ મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર રમજાન માસ ચાલી રહ્યો છે. જ્યારે બીજી બાજુ પાણી માટે બહેનો વલખા મારી રહી છે. જો આ બાબતનું ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલન કરી પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશ્નરની ઓફિસનો ઘેરાવો કરવામાં આવશે. સ્થાનિક નિવાસી અહેસાન શેખ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સુંદરમનગરના એક બે મકાન નહીં પણ 1400 થી 1500 મકાનમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. આખા દિવસ દરમિયાન અડધો કલાક પાણી આવે છે. તે પણ પ્રદુષિત પાણી જે પીવા લાયક કે નાહવા લાયક પણ હોતું નથી. એક બાજુ રમજાન માસ ચાલી રહ્યો છે. પાણી માટે લાઈનમાં ઉભા રહેવું યોગ્ય નથી. આમાં જે ભ્રષ્ટાચારી અધિકારી સામેલ છે તેમની યોગ્ય પગલાં લેવાની માગણી કરવામાં આવી હતી.