અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી એપીએમસી શાકમાર્કેટને સાબરમતી રિવરફ્રન્ટના ગુજરીબજારના સ્થળે ખસેડવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાઇરસનો ફેલાવો રોકવા માટે શાકમાર્કેટ ખસેડવાનું નક્કી કર્યું છે એક મીટરના અંતરે ફેરીયા બેસે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રાહકો પણ એક મીટરના અંતરે ઉભા રહે અને તમામ લોકો માસ્ક પહેરે તેવા પ્રયત્નો કરાઈ રહ્યાં છે. આજથી જમાલપુર માર્કેટને રિવરફ્રન્ટ ખાતે શિફ્ટ કરી દેવાયું છે, પરંતુ આ શાક માર્કેટમાં શાકભાજીના ભાવ ડબલ થઈ ગયેલા જોવા મળે છે.
લૉક ડાઉનના પગલે અમદાવાદમાં શાકભાજીના ભાવ થયા ડબલ - corona
અમદાવાદમાં કોરોનાને કોમ્યૂનિટીમાં ફેલાતો રોકવાના પગલાં વધુ સુદ્રઢ કરવાના ભાગરુપે એમએમસીએ નિર્ણય કર્યો છે કે ઘરના આંગણે શાકભાજીની રીક્ષાઓ પહોંચાડશે. જ્યારે શાકમાર્કેટમાં શાકભાજીના ભાવ ડબલ થઈ ગયેલાં જોવા મળી રહ્યાં છે.