ETV Bharat / state

નમસ્તે ટ્રમ્પઃ અમેરિકી પ્રમુખ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે, જાણો સ્ટેડિયમની વિશેષતાઓ... - મોટેરા સ્ટેડિયમની વિશેષતાઓ

અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે, અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ મોટેરા સ્ટેડિયમ તૈયાર થઈ ગયું છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમનું 24 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન કરશે. જે બાદ સ્ટેડિયમમાં હાજર લોકો સાથે ટ્રમ્પ સંવાદ કરશે. આ સ્ટેડિયમમાં 1,10,000 પ્રેક્ષકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વર્લ્ડ કલાસ ક્રિકેટ સ્ટેડિયમનો કેવો છે, નજારો અને આ સ્ટેડિયમની શું છે. ખાસિયતો તેના વિશે જાણીએ ઈટીવી ભારતના વિશેષ અહેવાલમાં…

us
અમેરિકા
author img

By

Published : Feb 18, 2020, 12:08 PM IST

Updated : Feb 18, 2020, 5:05 PM IST

અમદાવાદ: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં 800 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સૌથી વધુ પ્રેક્ષક ક્ષમતા ધરાવતું મોટેરા સ્ટેડિયમ બનાવવાની શરૂઆત માર્ચ 2017થી કરવામાં આવી હતી. આ સ્ટેડિયમ 1 લાખ લોકોની ક્ષમતા ધરાવતાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ કરતાં પણ મોટું છે.

મોટેરા સ્ટેડિયમ
25 વર્ષ જૂના મોટેરા સ્ટેડિયમને તોડીને ત્યાં નવેસરથી વર્લ્ડ કલાસ સ્ટેડિયમ બનાવ્યું છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ) દ્વારા આ સ્ટેડિયમને નવું રૂપ આપવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં સૌથી વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં 75 જેટલા કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવ્યા છે. ખેલાડીઓ, એમ્પાયર્સ અને મીડિયા માટે પણ અલગ બોક્સ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, અહીં ભવ્ય ક્લબ હાઉસ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં દરેક પ્રકારની સુવિધાઓ ખેલાડીઓ અને પ્રેક્ષકો માટે ઉપલબ્ધ રહેશે. 5,000 ગાડીઓ અને 12,000 સ્કૂટર પાર્ક કરી શકાય તેવી ક્ષમતા ધરાવતાં ભારતના સૌથી પહેલા સ્ટેડિયમમાં એક પણ પોલ (થાંભલા) નથી. જેથી પ્રેક્ષકો આરામથી કોઈ પરેશાની વિના ગ્રાઉન્ડની ચારેય તરફ જોઈ શકશે. તેમજ અત્યાધુનિક લાઈટ અને સાઉન્ડની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે.

આ સ્ટેડિયમ દરેક ગુજરાતીઓ માટે ગર્વ સમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન એવા આ સ્ટેડિયમમાં રમવું એ દરેક ખેલાડી માટે ડ્રિમ બની રહેશે. અતિ ભવ્ય રીતે સ્ટેડિયમનું ઓપનિંગ થશે. 24 ફેબ્રુઆરીએ વિશ્વને સર્વશ્રેષ્ઠ ક્રિકેટ સ્ટેડિયમ મળશે.

વિશ્વની સૌથી વધુ પ્રેક્ષક ક્ષમતા ધરાવતા ક્રિકેટ સ્ટેડિયમની જાહેરાત થઇ ત્યારથી જ વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ આ ભવ્ય સ્ટેડિયમમાં મેચ નિહાળવાની રાહ જોઇ રહ્યા છે. ગુજરાતનું ગર્વ તથા ભારત અને વિશ્વમાં ક્રિકેટની શાન બનશે અમદાવાદનું આ સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ.

મોટેરા સ્ટેડિયમની વિશેષતાઓ

  1. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ અમદાવાદના સાબરમતીના એવા મોટેરા વિસ્તારમાં આવેલું છે, જેથી તે મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાય છે.
  2. મોટેરા સ્ટેડિયમ અંદાજે 700 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે.
  3. મોટેરા સ્ટેડિયમનું કામ જાન્યુઆરી 2017માંશરૂ થયું હતું, જે ફેબ્રુઆરી 2020માં પૂર્ણ થયું છે.
  4. સ્ટેડિયમની ક્ષમતા 1.10 લાખ પ્રેક્ષકોની છે, જે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની 1 લાખ પ્રેક્ષકોની ક્ષમતા કરતા વધારે છે.
  5. અમદાવાદના સ્ટેડિયમમાં પ્રથમ વખત એલઈડી ફ્લડ લાઈટનો ઉપયોગ કરાયો છે. જે પૉલ માઉન્ટેડ ફ્લડ લાઈટથી અલગ છે. આ મેદાનમાં ફ્લડ લાઈટની ઊંચાઈ 90 મીટર છે, જે 25 માળની ઊંચી બિલ્ડિંગની સમકક્ષ છે.
  6. સ્ટેડિયમની જમીન પર કુલ 11 પીચો છે, જે લાલ અને કાળી માટીની મદદથી તૈયાર કરાઈ છે.
  7. મોટેરા સ્ટેડિયમની નીચે સબસફ્રેંઝ ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવી છે, તેની મદદથી વરસાદની સ્થિતીમાં 30 મિનિટમાં મેદાર ક્રિકેટ રમવા માટે તૈયાર કરી શકાશે.
  8. સ્ટેડિયમમાં કુલ 76 કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવ્યા છે, જે ભારતના કોઈપણ સ્ટેડિયમમાં નથી.
  9. આ મેદાનમાં ક્રિકેટ સિવાય ફૂડબોલ, હોકી, ખો ખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટ બોલ, ટિનસ અને બેડમિન્ટનની મેચ પણ રમાડી શકશે.
  10. મોટેરા સ્ટેડિયમમાં મુખ્યગ્રાઉન્ડ ઉપરાંત પ્રેકટિસ માટે બે ક્રિકેટ મેદાન અને એક મલ્ટી સ્પોર્ટ ગ્રાઉન્ડ પણ છે.
  11. સ્ટેડિયમમાં ફિઝિયોથેરેપી સિસ્ટમ અને હાઈડ્રોથેરેપી સિસ્ટમ મુકવામાં આવી છે, જેથી મેદાન પર ઈજાગ્રસ્ત ખેલાડીઓને સારવાર આપી શકાય.
  12. સ્ટેડિયમ એવી રીતે ડિઝાઈન કરાયું છે કે, ખેલાડી ચોગ્ગો કે છગ્ગો મારે તો સ્ટેડિયમમાં ઉપસ્થિત પ્રેક્ષકો તેને વીના વિક્ષેપ જોઈ શકશે.
  13. દરેક સ્ટેન્ડની નજીક ફૂડ કોર્ટ અને હોસ્પિટાલિટી મળી રહેશે.
  14. ક્રિકેટ એકેડમીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે.
  15. સ્ટેડિયમની બહાર 3000 કાર પાર્કિંગ અને 10,000 ટુ વ્હીલર પાર્કિંગની સવગડ ઉભી કરાઈ છે. ભારતમાં આટલી મોટી પાર્કિંગ ફેસીલીટી સાથેનું કોઈ જ ગ્રાઉન્ડ નથી.
  16. કલબ હાઉસ સાથે 55 રુમ, ઈન્ડોર આઉટડોર ગેમ્સ, રેસ્ટોરન્ટ, ઓલિમ્પિક સાઈઝનો સ્વિમિંગ પુલ, જીમ્નેશીયમ, પાર્ટી એરિયા વિગેરે સુવિધાઓથી સજ્જ છે આ નવું સ્ટેડિયમ, કલબ હાઉસની મેમ્બર ફી અંદાજે 7 લાખ રાખવમાં આવી છે.
  17. સ્ટેડિયમની પાસેથી મેટ્રો ટ્રેન પસાર થવાની છે, જેથી મેટ્રોની કેનેકટિવીટી મળી રહેશે.
  18. નાના પેવેલિયન એરીયા સાથેના બે ક્રિકેટ ગ્રાઉન્ડનું પણ નિર્માણ કરાયું છે.
  19. નોર્થ પેવેલિયનનું નામ રીલાયન્સ પેવેલિયન અને સાઉથ પેવેલિયનનું નામ અદાણી પેવેલિયન રખાયું છે.
  20. ઓસ્ટ્રેલિયાની કંપની Populous એ મુખ્ય આર્કિટેક છે, એલ એન્ડ ટી ડેવલપર છે અને કન્સલટન્ટ તરીકે STUP આ પ્રોજેક્ટ માટે PMC હતા.

વર્લ્ડ કલાસ મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન અમેરિકાના પ્રેસિડેન્ટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ઉદ્ઘાટન બાદ ઉપસ્થિત 1.10 લાખ જનમેદની સાથે ટ્રમ્પ સંવાદ કરશે. જેના માટે ટ્રમ્પ આતુર છે, તેમ તેમણે એક વીડિયો મુલાકાતમાં જણાવ્યું હતું. ટ્રમ્પની મુલાકાત ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ માટે વિશેષ બની રહેશે. હાલ અમદાવાદીઓ ટ્રમ્પને આવકારવા હરખઘેલા થયા છે. કેન્દ્રની ટીમ, રાજ્ય સરકારની ટીમ અને કોર્પોરેશનની ટીમ પુરજોશમાં તૈયારીઓમાં લાગી ગઈ છે. ટ્રમ્પના કાર્યક્રમમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે તેઓ ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખી રહ્યા છે.

Last Updated : Feb 18, 2020, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.