ETV Bharat / state

Ahmedabad News : અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાનનો સેવા સાથે સંકળાયેલી મહિલાઓ સાથે સંવાદ - Self Employed Women Association

અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જેમાં અમદાવાદમાં સેવા સાથે સંકળાયેલી મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. સાથે તેમણે જણાવ્યું હતું કે આગામી સમય એક ક્લાઇમેન્ટ ચેન્જ માટે ખૂબ જ પડકાર જનક છે. જેના કારણે મહિલાઓની આવકમાં પણ અસર જોવા મળશે.

Ahmedabad News : અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાનનો સેવા સાથે સંકળાયેલી મહિલાઓ સાથે સંવાદ

author img

By

Published : Feb 6, 2023, 9:32 AM IST

હિલેરી ક્લિન્ટને મહિલાઓનું સ્તર ઉંચુ લાવનારા સ્ત્રીને પાઠવી શ્રદ્ધાંજલિ

અમદાવાદ : મહિલાઓને પોતાના પગ પર ઉભી કરવા માટે સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિએશન એટલે કે સ્વરોજગાર મહિલા સંઘથી ઇલાબેન દ્વારા દેશમાં અનેક એવી સામાજિક આર્થિક અને સહકાર ક્રાંતિની શરૂઆત થઈ હતી. જેનાથી લાખો મહિલાઓ આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત બનાવીને દેશની વિકાસમાં મહત્વની ભૂમિકાઓ આપી હતી, ત્યારે તેમની શ્રદ્ધાંજલિ પાઠવવા અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે અમદાવાદના સેવા સંસ્થાની મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો.

મહિલાઓ સાથે સંવાદ
મહિલાઓ સાથે સંવાદ

સેવાની પહેલી મીટીંગ વિક્ટોરિયા ગાર્ડન ખાતે મળી : જનરલ સેક્રેટરી જ્યોતિબેન જણાવ્યું હતું કે, વિક્ટોરિયા ગાર્ડનમાં ઇલાબેનની યાદમાં એક મેમોરિયલ ત્યાં મૂકવામાં આવ્યો છે. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટોરેન્ટ પાવર સાથે મળીને એક ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ મેમોરિયલની ઇલાબેનનો ફોટો અને તેમની વાતો રજૂ કરવામાં આવી છે. અમારા માટે વિક્ટોરિયા ગાર્ડન ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે સેવાની પહેલી જ મીટીંગ એ વિક્ટોરિયા ગાર્ડનમાં મળી હતી. ત્યારબાદ અમારી ચળવળ અમદાવાદ શહેર અને અન્ય જિલ્લા સાથે સાથે સમગ્ર દેશમાં ચાલી હતી. જ્યારે આજે 18 રાજ્યોમાં 25 લાખ જેટલા સભ્યોને સંગઠિત કર્યા છે.

સેવાના 100 વર્ષમાં હાજર રહેવાની ઈચ્છા : હિલેરી ક્લિન્ટને જણાવ્યું હતું કે, હું 28 વર્ષ બાદ અમદાવાદ આવી છું. આગામી સેવાના 100 વર્ષની ઉજવણી કરવામાં આવશે ત્યારે પણ મારી ઈચ્છા છે કે હું અહીંયા આવું, પરંતુ જો હું નહીં આવી શકું તો મારી દીકરી અને પૌત્રીને ચોક્કસથી આ ઉજવણીમાં મોકલીશ સાથે સાથે ઇલાબેનને પણ સાથેની જે મુલાકાતો થઈ હતી. તે સંબંધોને પણ યાદ કર્યા હતા, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તે વખતે સેવામાં જે મહિલાઓ હતી તેના કરતાં ચાર ગણી મહિલાઓ આજે સેવામાં જોડાઈ છે.

અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન

આગામી સમય પડકાર જનક : હિલેરી કવિન્ટે કહ્યું કે, આજે સેવામાં જોડાયેલી મહિલાઓ અને તેમના કામના કારણે દુનિયા ઘણી બહેનો છે. જે આ મહિલાઓની રાહમાં ચાલી રહી છે હું નસીબદાર મારી જાતને માનું છું કે, તમારા આ પડકારમાં સામે થઈ શકીશું, પરંતુ આગામી સમયમાં આપણે બધાએ જ વાતાવરણનો સામનો કરવાનો છે. ખાસ કરીને ક્લાઇમેન્ટ જે ચેન્જ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખૂબ જ મોટી સમસ્યાઓ ઉદભવી રહી છે. દરેક બહેનોને ગરમીમાં ખૂબ આડી અસર થશે. જેના કારણે આવકમાં પણ અસર થશે જે આ સેવા માટે સૌથી મોટો પડકાર હશે.

આ પણ વાંચો : Women Premier League 2023 : અમદાવાદની ટીમમાં ઓસ્ટ્રેલિયાની બે પૂર્વ ખેલાડીઓને મળી જગ્યા, તુષાર અરોઠેને સોંપાઈ મોટી જવાબદારી

મહિલાઓ માટે ફંડની જોગવાઈ : પૂર્વ અમેરિકન વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટન ઉમેર્યું હતું કે, વૈશ્વિક સ્તરે ગરમીની સ્થિતિને લઈને આવતી કાલે હું કામદાર બહેનોની મદદ માટે ફંડની જોગવાઈ કરીશ. આ ફંડ દુનિયામાં બહેનો માટે પહેલું ફંડ હશે આવનાર મહિલાઓમાં તમામ ફાઉન્ડેશન સાથે મળીને એક મહત્વનું કામ કરશે. ઉલ્લેખનીય છે કે આજે પણ હિલેરી ક્લિન્ટન સુરેન્દ્રનગરના પ્રવાસે છે, ત્યાં પણ સેવાઓ મહિલાઓને પણ સંબોધન કરશે.

આ પણ વાંચો : Budget 2023 : મહિલા સન્માન બચતપત્રની બે વર્ષની યોજના આવી,બજેટમાં મહિલાલક્ષી નાણાંકીય જોગવાઇઓની મોટી વાત

કોણ છે ઈલાબેન : ઇલાબેન એ ગાંધીવાદી વિચારધારા વાળા હતા. તેમણે એસોસિએશન નામની સંસ્થાની સ્થાપના કરી હતી. આ સંસ્થા દ્વારા લાખો મહિલાઓને આર્થિક અને સામાજિક સ્થિતિએ મજબૂત બનાવીને દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપવાની ભૂમિકા ભજવી છે. ઇલાબેનના માતા વનલીલા વ્યાસ જે સ્ત્રીઓની ચળવળમાં સક્રિય હતા. તેમના કુલ ત્રણ પુત્રીઓ માંથી બીજા ક્રમે ઈલાબેન આવતા હતા. ઇલાબેનના આ કાર્યોથી 1977માં રોમન મેગ્સેસ એવોર્ડ, 1984 માં રાઈટ લાઈવલીહુડ એવોર્ડ, 1985 માં પદ્મશ્રી, 1986માં પદ્મભૂષણ અને 2011માં ઇન્દિરા ગાંધી શાંતિપુરાથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે બે નવેમ્બર 2022 ના રોજ ઇલાબેન નું 89 વર્ષે નિધન થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.