અમદાવાદ : ગુજરાતમાં જાણે ચોમાસુ જામ્યું હોય તેવો માહોલ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યો છે. હાલમાં ભરઉનાળે કમોસમી વરસાદ વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો થોડા સમય અગાઉ કરા સાથેના વરસાદે ઉનાળાને અલવિદા કહી હોય તેમ વારંવાર માવઠું સર્જાઈ રહ્યું છે. જોકે હાલમાં જ માવઠું થયાને વધારે સમય નથી થયો ત્યારે ફરી એક વાર આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા વધુ એક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી : હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજી પણ માવઠાનું જોર રહેશે. જેમાં બે દિવસ બાદ ત્રણ દિવસ માવઠું થશે, જેમાં 5, 6 અને 7 એપ્રિલે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 5 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે જ્યારે માવઠાની વધુ શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો Unseasonal Rain Forecast : ફરી વરસાદની આગાહી આવી, હવામાનમાં આટલા દિવસ રહેશે ફેરફાર
વરસાદની શક્યતા : જો કે વરસાદી માહોલ સર્જાવાનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે હોવાથી વરસાદની શક્યતા છે. જ્યારે હાલ અમદાવાદમાં આજનું તાપમાન 36 ડિગ્રી તાપમાન, રાજકોટમાં સૌથી વધુ 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જે હાલના તાપમાન સામાન્ય કરતા નીચું છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને કરવામાં આવેલી આગાહી મુજબ ગુજરાતના મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે તો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી અને ડાંગ સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.
વાતાવરણમાં પલટો આવવાના એંધાણ : ગુજરાતમાં ગરમીની શરૂઆત તો થઈ ગઈ છે પરંતુ ઉનાળો અને ચોમાસું સાથે ચાલતો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વર્ષે ઉનાળાનો એક મહિનો તો માવઠાંમાં જ પસાર થયો છે અને એપ્રિલ શરૂ થયાને બે દિવસ થયા છે. ત્યારે આ મહિને પણ વાતાવરણમાં પલટો આવવાના એંધાણ દેખાઈ રહ્યા છે. એપ્રિલ શરુ થતા જ ઉનાળાની ગરમીનો અહેસાસ થવાનો શરુ થાય ત્યાં માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. રાજ્યમાં 5 અને 6 એપ્રિલના રોજ કમોસમી વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આ પણ વાંચો Unseasonal Rains: મુશ્કેલીનો મેઘો, સૌરાષ્ટ્રમાં 24 કલાક સુધી પડી શકે છે કમોસમી વરસાદ
કયા વિસ્તારમાં વરસાદ : હવામાન વિભાગનું અનુમાન છે કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે.જેના કારણે 5 અને 6 એપ્રિલના ઉતર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે.પહેલા 4 અને 5 એપ્રિલના રોજ વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ હવે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 5 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં વીજળી સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. તો અન્ય જિલ્લામાં વાતાવરણ સુકૂં જોવા મળશે અને 6 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. તે સાથે જ ઉતર પશ્ચિમના પવન ફૂંકાતા તામપાન 2 થી 4 ડિગ્રી વધી જશે. અને ચારથી પાંચ દિવસ મહત્તમ અને લઘુતમ તાપમાન યથાવત રહેશે. જોકે, મહત્તમ તાપમાન વધી રહ્યુ છે. ગરમી શરૂ થાય ત્યા ફરી માવઠુ આવી જાય છે. જેના કારણે મહત્તમ તાપમાન નીચુ નોંધાઇ રહ્યુ છે.