શહેરના ઘોડાસર ચાર રસ્તા પાસે BRTS રૂટમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. અમરાઇવાડીનો રહેવાસી 35 વર્ષનો યુવાન એક્ટિવા લઈને BRTS રૂટમાં જઈ રહ્યો હતો ત્યારે પાછળથી BRTS બસ અથવા કારની ટક્કર લાગવાને કારણે એક્ટિવા ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃતકની ઓળખ જયકુમાર ચૌહાણ તરીકે કરવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે અકસ્માત કેવી રીતે સર્જાયો તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.
મળતી માહિતી મુજબ એક્ટિવા ચાલક યુવાનને BRTS બસે પાછળથી ટક્કર મારી હોય અને સામેથી આવતી કારે યુવકને અડફેટે લીધો હોઈ શકે છે. જે અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે. અકસ્માત BRTS બસ કે કાર ચાલકે સર્જ્યો તે અંગે જાણવા મળ્યું નથી. પરંતુ કારનો અમુક ભાગ અકસ્માતના સ્થળે મળી આવ્યો છે. વધુ હકીકત પોલીસ તપાસ પછી જ જાણવા મળશે.