ETV Bharat / state

Ahmedabad Fatal Accident: અકસ્માતની તપાસમાં ગયેલા બે પોલીસ જવાનોને અકસ્માતમાં મળ્યું મોત, જાણો સમગ્ર ઘટનાક્રમ - investigate the accident died in the accident

આમ તો પોલીસ જવાન માથે કફન બાંધીને જ લોકોની રક્ષા કરતા હોય છે, પણ અણધાર્યું મોત પોલીસ કર્મીઓના પરિવારને દુઃખના સાગરમાં ડુબાડી દે છે. હાલમાં આવી જ ઘટનામાં 2 પોલીસકર્મીઓના પરિવારમાં સ્વજન અચાનક ગુમાવવાનો આક્રંદ જોવા મળી રહ્યો છે.

two-policemen-who-went-to-investigate-the-accident-died-in-the-accident

author img

By

Published : Jul 20, 2023, 6:52 PM IST

અમદાવાદ: ઇસ્કોન બ્રીજ ઉપર મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં બે પોલીસ કર્મચારી એક હોમગાર્ડ સહિત કુલ 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેવામાં આ ગુનામાં સામેલ આરોપી ઇજાગ્રસ્ત થયો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેની સારવાર પૂર્ણ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી મોટી અકસ્માતની આ ઘટનામાં ગૃહ રાજ્યમંત્રીએ સાત દિવસમાં ચાર્જશીટ કરવાનું નિવેદન આપ્યું છે.

બે પોલીસ જવાનોનું મોત: આ ઘટનામાં એસ.જી 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ પરમાર, હેડ કોન્સ્ટેબલ જશવંત સિંહ ચૌહાણ, હોમગાર્ડ જવાન નિલેશ ખટિક સહિત 9 લોકો મોતને ભેટયા છે. મોતને ભેટનાર બંને પોલીસ કર્મીઓની વાત કરવામાં આવે તો ધર્મેન્દ્ર સિંહ પરમાર તેમજ યશવંતસિંહ ચૌહાણ બંને નાઈટ ડ્યુટીમાં હતા અને તે સમયે રાત્રે 11:00 વાગે આસપાસ ગુરુદ્વારા ચોકડી ખાતે અકસ્માતનો મેસેજ હતો. જેથી બંને પોલીસકર્મી ત્યાં તપાસમાં ગયા હતા.

તપાસમાં ઉભા હતા ત્યારે બની ઘટના: પરત આવતા ઇસ્કોન બ્રિજ પર અકસ્માત જોઈ તે અકસ્માત પણ તેમની જ હદમાં આવતું હોવાથી તપાસમાં ઉભા હતા. જોકે તે સમયે આસપાસમાં લોકોનું ટોળું એકત્ર થયું હતું અને જોત જોતામાં પૂર ઝડપે આવેલી ગાડીએ ટોળા પર યમરાજ બનીને ગાડી ચઢાવી દેતા ચારે તરફ લાશોના ઢગલા જોવા મળ્યા હતા.

કોણ છે જીવ ગુમાવનાર પોલીસકર્મી?: અકસ્માતમાં મૃત્યુ પામનાર ધર્મેન્દ્રસિંહ પરમાર માત્ર 35 વર્ષની ઉંમરના હોવાનું સામે આવ્યું છે તેમજ તેમને એક નાની 4 વર્ષની દીકરી છે અને તેઓ પત્ની અને દીકરી સાથે એલિસ બ્રિજ પોલીસ લાઈન ખાતે રહેતા હોવાનું જાણવા મળ્યું છે. ધર્મેન્દ્રસિંહ પરમાર છેલ્લા છ વર્ષથી અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે યશવંતસિંહ ચૌહાણ પણ ઘણા સમયથી શહેર પોલીસમાં ફરજ બજાવતા હોય બંને પોલીસ કર્મીઓનું અકસ્માતમાં મોત થતા આ ઘટનાને પગલે બંને પોલીસકર્મીના પરિવારજનોમાં આક્રદ જોવા મળ્યો છે.

પરિવારમાં શોકનો માહોલ: બીજી તરફ આ ઘટનામાં મોતને ભેટનાર હોમગાર્ડ જવાન નિલેશ ખટીક પણ ખૂબ જ નાની વયનો યુવાન હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે તેના પરિવારમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. નિલેશ ખટીક બોડકદેવ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ જવાન તરીકે ફરજ બજાવે છે. ઘટના સમયે તે ત્યાંથી પસાર થઈ રહ્યો હોય અકસ્માત જોઈને તે ત્યાં ઉભો રહ્યો હોવાનું સામે આવ્યું છે.

  1. Ahmedabad Fatal Accident: પરિવાર પર આભ ફાટ્યું, એકના એક આશાસ્પદ દીકરાએ અકસ્માતમાં જીવ ગુમાવતા પરિવારમાં ભારે શોક
  2. Ahmedabad Fatal Accident: ગૃહ પ્રધાને કહ્યું, અકસ્માત કેસમાં SITની રચના કરી તપાસ શશ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.