શહેરના પાંજરાપોળ વિસ્તારમાંથી જયેશ રામ અને નયન રામ નામના બે સગા ભાઈઓ બાઇક લઈને નોકરીએ જઇ રહ્યા હતા. જે દરમિયાન તે જ રુટમાં પસાર થઈ રહેલી બીઆરટીએસની અડફેટે બંને બાઇક સવારો આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને બંનેના ઘટના સ્થળે જ મોત થયા હતા.

અકસ્માત અંગે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો અને બસ પર પથ્થરમારો કર્યો હતો. આથી આ રુટ પરથી પસાર થતી અન્ય BRTS બસોને પણ થોભાવી દેવામાં આવી હતી.
સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે, સિગ્નલ બંધ હોવા છતાં બસ પસાર થઈ હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલે થાળે પાડ્યો હતો. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, આરોપી બસ ડ્રાઈવર ચિરાગ પ્રજાપતિ અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો. જેની પોલીસે ધરપકડ કરી છે.