ETV Bharat / state

મણિનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા વેક્સિન લેનારાને તુલસીના છોડ ભેટમાં આપવામાં આવ્યા - રોગ પ્રતિકારક ક્ષમતા

મણિનગર સ્વામિનારાયણ મંદિર, અમદાવાદના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ વ્યસ્ત વેક્સિન સેન્ટર છે, જ્યાં દરરોજ 700 કરતાં વધારે લોકો વેક્સિન મેળવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ આયોજનમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની પ્રેરણાથી અવિરત સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. વેક્સિન લગાવનારને તુલસીના છોડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

મણિનગર સ્વામિનારાયણ મંદિર
મણિનગર સ્વામિનારાયણ મંદિર
author img

By

Published : Jun 7, 2021, 7:47 PM IST

  • મણિનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા 5,000 તુલસીના રોપાનું વિતરણ કરાશે
  • કોરોના વેક્સિન લેનારાને તુલસીનો છોડ અપાશે
  • તુલસીના પાનની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા

અમદાવાદ : અઢળક ઔષધીય ગુણોથી સમૃદ્ધ તુલસીના 500 કરતાં વધારે છોડ રોપા સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની સ્મૃતિમાં મણિનગર સ્વામિનારાયણ મંદિર વેક્સિનેશન સેન્ટર ( Maninagar Swaminarayan Temple Vaccination Center ) ખાતે મહંત ભગવત્પ્રિયદાસજી પ્રિયદાસજી સ્વામી, ઉપમહંત મુનિભૂષણદાસજી સ્વામી, દિવ્યસ્વરૂપદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોના હસ્તે વેક્સિન લેનારાને વિતરણ કરવામાં આવ્યાં હતા અને અમદાવાદ મહાનગરપાલિકાના સંબંધિત વિસ્તારમાં હજૂ પણ 5,000 કરતાં વધુ તુલસી છોડ - રોપાનું વિતરણ કરવામાં આવશે.

મણિનગર સ્વામિનારાયણ મંદિર
મણિનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા વેક્સિન લેનારાને તુલસીના છોડ ભેટમાં આપવામાં આવ્યા

તુલસીમાં ઔષધિય ગુણ છે

તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ભગવાનની પૂજામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ છોડમાં દૈવીય અને ઔષધિય ગુણ રહેલા છે. તુલસીના છોડને ઘરના આંગણામાં વાવવામાં આવે છે, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. તુલસી બે પ્રકારની હોય છે. એક લીલા પાનવાળી તુલસી જેની રામ તુલસી અને હળવા કાળા રંગની તુલસી જેને શ્યામ તુલસી કહેવામાં આવે છે. લીલા પાનવાળી તુલસી બાળકો માટે અને શ્યામા તુલસી મોટા લોકો માટે લાભદાયી છે.

તુલસીના સેવનથી શરદી અને ફલૂ જેવો રોગ દૂર રહે છે

તુલસીના પાનની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા હોય છે. તુલસીના સેવનથી શરદી અને ફ્લૂ જેવી બીમારીઓ દૂર થઈ જાય છે. એક રિસર્ચ અનુસાર તુલસીના પાનમાં કેન્સર જેવી મોટી બીમારીઓ દૂર કરવાની પણ ક્ષમતા રહેલી છે.

ઋષિમુનીઓએ તુલસીને ખૂબ મહત્વ આપ્યું છે

તુલસી એક દિવ્ય વનસ્પતિ છે. તેમાં રહેલા દૈવી ઔષધીય ગુણોને લીધે જ મહર્ષિઓએ જીવનમાં તુલસીને મહત્ત્વનું સ્થાન આપ્યું છે. અદ્ભૂત ઔષધીય શક્તિ તુલસીમાં જોવામાં આવી છે. આવી ઉત્તમ વનસ્પતિ દરેકના ઘરમાં તુલસીનો ક્યારો કરવાની સગવડ ન હોય તો તુલસીનું કુંડુ રાખવું જોઇએ. શોભા વધારનારા એકાદ તુલસીની હાજરી માત્રથી જ વાતાવરણ પવિત્ર બની જાય છે. તેમજ મચ્છર અને અન્ય સૂક્ષ્મ જંતુઓ નજીક આવી શકતા નથી.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.