અમદાવાદ: અમદાવાદ ક્રાઇમના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે અમદાવાદમાં દિવસે નિકળવું પણ અધરૂ થઇ રહ્યું છે. અમદાવાદમાં રોજના 2થી 4 તો એવા કેસ સામે આવે છે જેમાં મહિલા સંબધિત હોય. ફરી એક વાર એવી જ ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદમાં આવેલા ઇસનપુરમાં આ બનાવ બન્યો છે. મૂળ ઉત્તરપ્રદેશની રહેવાસી પૂજા કેસરવાનીના લગ્ન અમદાવાદના ચંડોળા તળાવ પાસે આવેલી નરસિંહાની ચલિકામાં રહેતા રવિશંકર કેસરાવાની સાથે થયા હતા.તારીખ 19 જૂન 2021 ના રોજ સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા અને ત્યાર બાદ પતી રવી શંકર અને તેના પરિવારજનોએ પરિણીતા પર શારીરિક માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું.
"યુવતીએ આપઘાત કરતા તેના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી પતિની અટકાયત કરી વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી છે"--પ્રદિપસિંહ જાડેજા (પોલીસના જે ડિવિઝન એસીપી)
અટકાયત કરી પૂછપરછ: અગાઉ મૃતક પૂજાએ પતી અને સાસરીયાઓના ત્રાસની જાણ પરિવારને કરી હતી, પરંતુ દીકરીનું લગ્ન જીવન ન બગડે તે માટે સમાધાન કરાવી સાસરે મોકલી દીધી હતી. પરંતુ પતી અને સાસરિયાંઓ ત્રાસ ગુજારવાનું બંધ ન કર્યું અને અંતે પરિણીતાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. યુવતીની આત્મહત્યાની જાણ પોલીસને થતાં પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી સાસરિયાં પક્ષ સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ સમગ્ર કેસમાં પોલીસે પતિ રવિશંકરની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. ત્યારે બાકીના ત્રણ ફરાર આરોપી સાસુ, સસરા અને દિયરની અટકાયત માટે ચક્રો ગતિમાન કર્યા છે.