ETV Bharat / state

Ahemdabad: વેપારીઓને ઠગ ગેંગે ફિલ્મી સ્ટાઈલમાં ખોટા ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવી છેતર્યા

અમદાવાદ શહેરના વેપારીને ૩ કરોડની લોન આપવાના બહાને રૂપિયા 11 લાખની છેતરપિંડી કરનાર 5 આરોપીની નવરંગપૂરા પોલીસે (Navrangpura police) ધરપકડ કરી છે. આરોપીઓએ છેતરપિંડી માટે માત્ર બે દિવસ પૂરતી આંગડિયા પેઢી પણ ખોલી હતી. સાથે જ બનાવટી ડિમાન્ડ ડ્રાફ્ટ (Demand Draft) પણ તૈયાર કર્યા હતા. જોકે ફરિયાદીને છેતરપિંડીની ગંધ આવી જતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે.

Ahemdabad: વેપારીઓને ઠગ ગેંગે ફિલ્મી સ્ટાઈલમાં ખોટા ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવી છેતર્યા
Ahemdabad: વેપારીઓને ઠગ ગેંગે ફિલ્મી સ્ટાઈલમાં ખોટા ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવી છેતર્યા
author img

By

Published : Dec 6, 2021, 8:25 PM IST

  • આરોપીઓએ નવી મોડસ ઓપરેડેન્સીથી વેપારીને છેતર્યા
  • બનાવટી આંગડિયા પેઢી ખોલી બનાવટી ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા વેપારીને છેતર્યો
  • નવરંગપુરા પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ: શહેરના નવરંગપુરા પોલીસ મથકે એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં આરોપીઓએ છેતરપિંડીની એક નવી મોડસ ઓપરેન્ડી (New modus operandi) અપનાવી હતી. અમદાવાદના વેપારી ને ઠગવા માટે આરોપીઓએ બનાવટી ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવ્યા, સાથે જ બે દિવસ માટે શ્રી કૃપા એન્ટરપ્રાઇઝ ના નામે આંગડિયા પેઢી પણ ખોલી હતી.
ચેન્નઈનો એક વ્યક્તિ ફરાર

જે ગુનામાં નવરંગપુરા પોલીસે પાંચ આરોપી ગૌરાંગ પંડ્યા, મહેશભાઈ ગોંડલીયા, રૂપેન્દ્ર અરોરા, નિકુલભાઇ રાઠોડ અને સુનીલ પટેલની ધરપકડ કરી છે. જોકે આ ગુનામાં રામ શિવા નામનો ચેન્નઈનો એક વ્યક્તિ ફરાર હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં યુવતીનું અપહરણ કરી તેના જ પ્રેમીએ આચર્યું દુષ્કર્મ
મોડસ ઓપરેન્ડીથી વેપારીને છેતર્યા
આરોપીની મોડસ ઓપરેન્ડી પણ નજર કરીએ તો અમદાવાદના વેપારી દેવાંગભાઈ શાહને ધંધા માટે પાંચ કરોડ રૂપિયાની જરૂર હતી. જે માટે તેમણે ચેન્નઈના રામશિવાનો સંપર્ક કર્યો હતો. જેમાંથી અન્ય આરોપીની નંબર અને માહિતી ફરિયાદીને આપવામાં આવી હતી.

Ahemdabad: વેપારીઓને ઠગ ગેંગે ફિલ્મી સ્ટાઈલમાં ખોટા ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવી છેતર્યા
કુલ 11 લાખ 15 હજારની છેતરપિંડી કરવામાં આવી

આરોપી ગૌરાંગ પંડ્યા એ ફરિયાદીને કહ્યું હતું, કે તેમને આઠ કરોડ રૂપિયાનું ડિમાન્ડ ડ્રાફ્ટ આપશે. જેમાંથી પાંચ કરોડ રૂપિયા પાછા આપવાના રહેશે અને ત્રણ કરોડ ફરિયાદીને પાંચ વર્ષ માટે વગર વ્યાજે વાપરવા માટે મળશે. જે માટે પહેલાં પાંચ લાખ રૂપિયા અને બાદમાં છ લાખ રૂપિયા તેમ મળી કુલ 11 લાખ 15 હજારની છેતરપિંડી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાખી ચાંદીની લૂંટ કરી 3 શખ્સો રફૂચક્કર

ડિમાન્ડ ડ્રાફ્ટ કે પછી રૂપિયા ન મળતા છેતરપિંડી થયું હોવાની શંકા

જ્યારે આરોપીઓ દ્વારા અવારનવાર ફરિયાદી પાસે માત્ર રૂપિયા માંગવામાં આવતા હતા, પરંતુ ડિમાન્ડ ડ્રાફ્ટ કે પછી રૂપિયા ન મળતા છેતરપિંડી થયું હોવાની શંકા થઈ હતી. જેથી તપાસ કરતાં હકીકત સામે આવી અને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આરોપીઓએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે, કેમ તે અંગે તપાસ હાથ ધરાઇ છે.

આ પણ વાંચો: Ahmedabad molestation case: પિતરાઇ ભાઈએ બહેનને ખાવાનું આપ નઈ તો તને ખાઈ જઈશ કહી અડપલાં કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.