ETV Bharat / state

આજથી અમદાવાદમાં ત્રીજો તબક્કો શરૂ, કેસ ડબલિંગ રેટ 12 દિવસનો થયો - કેસ ડબલિંગ રેટ

ગુજરાતમાં અને એમાંય ખાસ કરીને અમદાવાદમાં હાલ જે રીતે કોરોના વાયરસનો કેર વર્તાઈ રહ્યો છે, તે જોતાં અમદાવાદ માટે ચિંતાનો વિષય તો છે, પણ સારી વાત એ છે કે અહીં દર્દીઓ મોટી માત્રામાં અને ખૂબ ઝડપથી સાજા પણ થઈ રહ્યાં છે. ત્યારે આજના દિવસમાં સૌથી મોટી અને અગત્યની વાત એ છે કે, અમદાવાદમાં કોરોનાનો ત્રીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે. જો કે, વીતેલા બે તબક્કામાંથી અમદાવાદે ઘણી શીખ લીધી છે. જેને ધ્યાને રાખી આગામી દિવસોમાં અમદાવાદમાં કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવામાં સફળતા મળી શકે છે.

આજથી અમદાવાદમાં ત્રીજો તબક્કો શરૂ, કેસ ડબલિંગ રેટ 12 દિવસનો થયો

author img

By

Published : May 4, 2020, 3:15 PM IST

અમદાવાદઃ અ. મ્યુ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, હવે અમદાવાદમાં ત્રીજા તબક્કામાં આપણે લોકડાઉનનું 100 ટકા પાલન કરીશું. ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં 15થી 20 એપ્રિલ દરમિયાન દર ત્રીજા કે ચોથા દિવસે કેસ ડબલ થઈ રહ્યાં છે. હવે 12 દિવસે ડબલીંગ થાય છે. છેલ્લા 10 દિવસમાં ઈન્ફેક્શન રેટને કાબૂમાં કરી શક્યાં છીએ.

1-આ લડાઈ લાંબી છે, તેથી માનસિક રીતે મક્કમતા સાથે લડત લડવાની છે.

2-આ લડાઈ સરળ નથી, માનવતાના ઈતિહાસમાં સૌથી મોટો અઘરો સમય છે. આપણે સૌએ મળીને તાકાત સાથે મળીને આગળ વધીને લડાઈ લડવાની છે.

3-ગમે તેટલી મોટી અને અઘરી બાબત હોય, પણ આપણે સંકલ્પબદ્ધ થઈને આની સામે લડીને જીત મેળવીશું. તેથી આપણે આપણી આદત, ટેવ બદલીશું તો આપણે જીત મેળવીશું

કોટ વિસ્તારમાં લોખંડવાલા હોસ્પિટલ, અલનવાબ હોસ્પિટલ, કોવિડ હોસ્પિટલ જમાલપુર ચાર રસ્તા પાસે ટ્રસ્ટ સંચાલિત શીપા હોસ્પિટલને કોવિડ હોસ્પિટલની મંજૂરી મળી છે. અગત્યના જમાલપુરમાં ખાનગી ક્લિનક હોસ્પિટલમાં 6 જગ્યાએ ફિવર ક્લિનીક 12 જેટલાં ખાનગી ડોક્ટર જમાલપુરમાં સેવા આપશે. તેમને ppe કીટ, માસ્ક સેનેટાઈઝર પણ અપાયા છે.

અમદાવાદ- 3817 કેસ
46 અમદાવાદ ગ્રામ્ય
3771 શહેરનાં

એક્ટિવ 2958 કેસ
37 વેન્ટિલેટર
2918 સ્ટેબલ
87 લોકોને રજા અપાઈ
કુલ 612 લોકોને રજા અપાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.