અમદાવાદ: પોલીસ વિભાગમાં શિસ્ત બધ રીતે નોકરી કરવી જરૂરી છે અને પોલીસકર્મીઓનું કોઈ યુનિયન નથી. જેથી કોઈ પોલીસકર્મી પોતાની રજૂઆત કરી શકે તેમ નથી, ત્યારે શિક્ષકોને ગ્રેડ પે આપ્યા બાદ પોલીસ દ્વારા હવે ડિજિટલ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં #2800ગ્રેડ પે, #2800gujaratpolice દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યાં છે.

બીજી તરફ વોટ્સએપ અને અન્ય માધ્યમોમાં પોલીસ દ્વારા અનેક પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં #2800ના નામે એક પત્ર પણ વાયરલ થયો છે. જેમાં શિક્ષકોને જો 4200 ગ્રેડ પે આપવામાં આવે, પોલીસ પણ રાત દિવસ ખડેપગે રહીને નોકરી કરે છે. પોલીસે ક્યારેય પરિવાર, બીમારી, ભૂખ, સમય બંધુ જોયા વિના કામ કર્યું છે. જેથી સરકારે પોલીસને તેમનો અધિકાર આપવો જોઈએ.

હવે સરકાર સામે બીજું પણ ડિજિટલ આંદોલન શરૂ થયું છે. જે પ્રમાણે શિક્ષકોના ગ્રેડ પે અંગે નિર્ણય લેવાય તેમ પોલીસ માટે સરકાર કોઈ વિચારણા કરશે કે, કેમ અને પોલીસ દ્વારા આગળ કંઇ દિશામાં પોતાનું આંદોલન લઈ જવામાં આવશે તે જોવાનું રહ્યું.
