ગાંધીનગર: ગુજરાતના રાજનીતિના એક સમયના ખૂબ સારા મિત્રો અને હાલમાં રાજનીતિના એક બીજાના કટ્ટર દુશ્મન એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા ફરી એક મંચ પર એક બીજા સાથે બેઠેલા જોવા મળ્યા હતા. ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ચોથી ટેસ્ટ મેચ નિહળવા પીએમ મોદી 8 માર્ચના રોજ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા ત્યારબાદ રાત્રે રોકાણ રાજ ભવન ખાતે કર્યું હતું. આ સમય દરમિયાન જ લગભગ 45 મિનિટ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલાએ રાજનીતિની ચર્ચા કરી હતી. આ સાથે જ શંકરસિંહ વાઘેલાએ તેમના પૌત્રના લગ્નનું આમંત્રણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવ્યુ છે. લગ્નનો આમંત્રણ પરિવાર સાથે આપવામાં આવ્યું.
45 મિનિટ સુધી બંધ બારણે ચર્ચા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 વાગ્યાની આસપાસ 8 માર્ચના રોજ રાજભવન પહોંચ્યા હતા અને ત્યારબાદ એક સમયના જુના સાથી અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સાથે 45 મિનિટ સુધી બંધ બારણે રાજનીતિની ચર્ચા કરીને પોતાના દીકરાના મહેન્દ્ર વાઘેલા દીકરાના (પૌત્રના)લગ્નનું આમંત્રણ પણ શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવ્યું છે. લગ્નનું આમંત્રણ પાઠવવા માટે જ ખાસ મુલાકાત કરી હોવાનું શંકરસિંહ વાઘેલાના અંગત વ્યક્તિઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.
વર્તમાન સમયમાં મોદીના વિરોધી: જાહેર મંચ પર શંકરસિંહ વાઘેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ નહીં પરંતુ તેમને ચાપખા જ મારતા હોય છે. સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ તેઓએ દેશના વિપક્ષ નેતાઓના સુપ્રિમો સાથે પણ બેઠક યોજીને વર્ષ 2024 લોકસભાની ચૂંટણીના શ્રી ગણેશ કર્યું છે ત્યારે ફરીથી લોકસભાની ચૂંટણી પહેલા જ શંકરસિંહ વાઘેલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 45 મિનિટની સૂચક બેઠક રાજનીતિમાં નવા-જૂની કરવાના એંધાણ સૂચવી રહી છે.
વર્ષો સુધી ભાજપ સાથે કામ કર્યું: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા વર્ષો સુધી ગુજરાત ભાજપમાં એક સાથે કામ કર્યું હતું. વર્ષ 2017 ની રાજ્યસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી બળવો પોકારીને ભાજપને ચૂંટણીમાં ફાયદો કરાવ્યો હતો પરંતુ વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી માં ફરી કોંગ્રેસમાં ભળવાની તૈયારીઓ શંકરસિંહ વાઘેલાએ દર્શાવી હતી પણ અનુક કારણો સર શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસનું મન મેળ એકમેક થયું ન હતું. જ્યારે અગાઉ ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલાએ મોદી વિરૂદ્ધ અનેક આક્ષેપો કર્યા હતાં ત્યારે લગ્ન નું આમંત્રણ રાજનીતિ થી પર હોવાનું સામે આવી રહ્યું છે.
આ પણ વાંચો PM Modi High Level Meeting : PM મોદીએ લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો જીતવાનો આપ્યો ટાર્ગેટ
2022 ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે જાહેર કર્યા હતા કોંગ્રેસના કામ: વર્ષ 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને નુકસાન કરવાના અર્થે શંકરસિંહ વાઘેલાએ 4 ઓગસ્ટ 2022 ના રોજ બાપુના મુખ્યપ્રધાન વાડી 1996-97 માં કોંગ્રેસની સરકારે ફક્ત 12 મહિનામાં જ કેવા કામ કર્યા હતા તે બાબતના અનેક કામોની જાહેરાત પણ કરી હતી. સાથે જ કોંગ્રેસમાં જોડાવા માટે તનતોડ મહેનત કરી હતી પરંતુ આખરે નસીબ કામ ન આપ્યું અને વિધાનસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાએ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ જાહેરાત કરી હતી.