ETV Bharat / state

હાઇકોર્ટનો રાજ્ય સરકારને સવાલ રખડતા ઢોરનો કેમ ઉકેલ નથી આવ્યો

ગુજરાતના શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. આ અંગે હાઇકોર્ટમાં કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી સમયે ઢોરનો મુદ્દો ચર્ચામાં આવતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસે સરકારને રખડતા ઢોરના પ્રશ્નને લઈને કેટલાક સવાલ કર્યા હતા. Stray cattle in gujarat PIL in Gujarat High Court Stray cattle

હાઇકોર્ટનો રાજ્ય સરકારને સવાલ રખડતા ઢોરનો કેમ ઉકેલ નથી આવ્યો
હાઇકોર્ટનો રાજ્ય સરકારને સવાલ રખડતા ઢોરનો કેમ ઉકેલ નથી આવ્યો
author img

By

Published : Aug 23, 2022, 9:52 PM IST

અમદાવાદ શહેર સહિત રાજ્યના ઘણા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. આ અંગે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL in Gujarat High Court)થયેલી છે તેમાં ફરી આ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતમાં ટ્રાફિક અને વાહન અકસ્માતોની સાથે સાથે રખડતાં ઢોરની (Stray cattle)પણ ગંભીર સમસ્યા છે. રસ્તા પર રખડતાં ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે, જેને પગલે નાગરિકોએ જીવ (Stray Cattle In Ahmedabad)પણ ગુમાવવાનો વારો આવી રહ્યો છે.

રખડતા ઢોરના પ્રશ્નને લઈ કેટલાક સવાલ કર્યા ગીર, આલેચ અને બરડા ડુંગરના વિસ્તાર સિવાયના રબારી, ભરવાડ અને ચારણ સમુદાયના કેટલાક લોકો ખોટી રીતે અનુસુચિત જનજાતિનુ સર્ટિફિકેટ મેળવે છે, તે આક્ષેપ સાથે થયેલી અરજીની સુનાવણી(Stray cattle in gujarat ) સમયે, ઢોરનો મુદ્દો ચર્ચામાં આવતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસે સરકારને રખડતા ઢોરના પ્રશ્નને લઈ કેટલાક સવાલ કર્યા હતા. એટલું જ નહી, રખડતા ઢોરના પ્રશ્નને લઈ કેટલાક સવાલ ઉભા થયા છે.

આ પણ વાંચો રખડતા ઢોરના અડફેટે વૃદ્ધ, કપકપી ઉઠે તેવો વીડિયો...

જવાબદાર અધિકારીઓ હાઈકોર્ટમાં હાજર રહે મહત્વનું છે કે રસ્તા પર રખડતા ઢોરના મુદ્દે હાઈકોર્ટે ફરી (problem of stray animals)એકવાર રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે, હાઈકોર્ટના આદેશ છતાં આ પ્રશ્નનો ઉકેલ હજુ સુધી કેમ આવ્યો નથી? મોટા ભાગના રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ હાઈકોર્ટમાં હાજર રહે.

નીતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લીધા તાજેતરમાં તિરંગા યાત્રા દરમિયાન ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પણ રખડતા ઢોરે અડફેટે લીધા હતા, અને ઇજા પહોંચી હતી. એટલું જ નહીં રખડતા ઢોરના ત્રાસના લીધે દિવસેને દિવસે અકસ્માત અને મૃત્યુના સમાચાર પણ સામે આવતા હોય છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં ન આવતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો આ શહેરમાં વધી રહ્યો છે રખડતા ઢોરનો ત્રાસ, ઘટના CCTVમાં કેદ

હાઈકોર્ટે ભૂતકાળમાં કેટલાક નિર્દેશો આપેલા અત્રે નોંધવું રહ્યું કે,રખડતા ઢોર, બિસ્માર રસ્તા અને ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે થયેલી પીઆઈએલમાં હાઈકોર્ટે ભૂતકાળમાં કેટલાક નિર્દેશો આપેલા છે. જેનું યોગ્ય રીતે પાલન ન થતા સરકાર સામે કન્ટેમ્પ્ટની અરજી પણ થયેલી છે. આ ઉપરાંત, આ જ મુદ્દા પર અન્ય બે જાહેર હિતની અરજીઓ પણ થયેલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.