ETV Bharat / state

Congress VS BJP : ભાજપના પ્રતિનિધિઓએ વિશ્વાસ તોડ્યો : કોંગ્રેસ પ્રવક્તા - કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી

જામનગરમાં ધારાસભ્ય રિવાબા જાડેજા તેમજ સાંસદ અને મેયર વચ્ચે વિવાદ સામે આવ્યો હતો. તેને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. જેમાં તેમને જણાવ્યું હતું કે, આજે ભારતીય જનતા પાર્ટીની ભાજપ સરકાર જામનગરની જનતા સાથેના પ્રતિનિધિઓએ ભરોસો તોડી રહ્યા છે.

Congress VS BJP
Congress VS BJP
author img

By

Published : Aug 17, 2023, 10:35 PM IST

ભાજપના પ્રતિનિધિઓએ વિશ્વાસ તોડ્યો : કોંગ્રેસ પ્રવક્તા

અમદાવાદ : ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં છેલ્લા આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. થોડાક દિવસ પહેલા સુરત અને વડોદરામાંથી પણ બહાર આવ્યો હતો. જેમાં સૌથી ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે આજે જામનગરમાં શહીદ સ્મારક કાર્યક્રમની અંદર ભાજપના ધારાસભ્ય સાંસદ અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર વચ્ચે વિવાદ થયો હતો. જેને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરવામાં આવ્યા છે.

વિપક્ષના ચાબખા : કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, એક બાજુ ભારતીય જનતા પાર્ટીના નારા આપી સત્તા સુવિધાના નામે અહંકારની લડાઈ લડી રહી છે. ભાજપના નેતાઓ અંદર લડાઈ જોવા મળી રહી છે. એક બાદ તેમના નેતાઓના કાંડ બહાર આવી રહ્યા છે. જામનગરની જનતા સામે પ્રતિનિધિઓ ભરોસો તોડી રહ્યા હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના અલગ અલગ કાંડ સામે આવી રહ્યા છે. આ પહેલા પણ સુરત નવસારીમાં પણ આવો જ કાંડ તેમના સામે આવ્યો હતો.

જામનગરમાં ભાજપના નેતાઓની આંતરિક લડાઈ વધુ સામે આવી છે. પોતાનું વર્ચસ્વ અને સત્તા સ્થાપિત કરવાની લડાઈ જોવા મળી રહી છે. જેનો ભોગ હવે જામનગરની જનતા બની રહી છે. ભાજપના નેતા જનતાની સુવિધા માટે નહીં પરંતુ પોતાના માટેની લડાઈ લડી રહી છે.-- મનીષ દોશી (કોંગ્રેસ પ્રવક્તા)

ભાજપ પર આક્ષેપ : કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ પહેલા પણ ભાજપના નેતાઓનો પત્રિકા કાંડ ગુજરાતની જનતા સામે જોવા મળ્યો હતો. પરંતુ તેમાંથી ગુજરાતની જનતાને શું મળ્યું છે. એક બાજુ ભાજપના નેતા ભ્રષ્ટાચાર અને સંપત્તિની લૂંટ ચલાવી રહી છે. જેનો ભોગ ગુજરાતી જનતા બની રહી છે.

ભુતકાળમાં નજર : દેશમાં લોકશાહી નહી પરંતુ તાનાશાહી જોવા મળી રહી છે. વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, કોર્પોરેશનમાંથી કેટલાક ટકા કમિશન ભારતીય જનતા પાર્ટીના હેડ ક્વાર્ટર્સ એટલે કે કમલમ સુધી પહોંચે છે. એક બાજુ જનતાને મોંઘવારીની માર અને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ કરવામાં નહીં, પરંતુ પોતાનું વર્ચસ્વ માટે લડી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. મહાત્મા ગાંધી અને સરદારના ગુજરાતમાં આજે શરમજનક સ્થિતિ ઊભી થઈ છે.

  1. Jamnagar News: શિસ્તબદ્ધ ગણાતી ભાજપની ત્રણ મહિલા નેતા વચ્ચે શાબ્દિક ચણભણનો વીડિયો વાયરલ
  2. Madhyapardesh Assembly Election: ગુજરાતના 48 ધારાસભ્યો મધ્યપ્રદેશની 48 વિધાનસભા બેઠકોનું કરશે રીયાલિટી ચેક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.