રાજકોટઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી પરપ્રાંતિય મજૂરો હજારોની સંખ્યામાં ભેગા થઈને હોબાળો કરતાં હોવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ આ પરપ્રાંતિયોને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તેમના વતન મોકલવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જેના પગલે તેમના માટે સ્પેશિયલ ટ્રેનની પણ વ્યવસ્થા કરાઈ હતી. ત્યારે આજે વહેલી સવારે 6 વગ્યાની આસપાસ રાજકોટના જંકશન રેલવે સ્ટેશનથી અંદાજીત 1200 જેટલા પરપ્રાંતિયો ભરેલી પ્રથમ ટ્રેનને પોલીસ અને જિલ્લા કલેક્ટરની હાજરીમાં લીલીઝંડી આપવામાં આવી હતી.
આ પ્રથમ ટ્રેન રાજકોટથી ઉત્તરપ્રદેશના બલિયા ગામ ખાતે જવા રવાના કરવામાં આવી હતી. જો કે ટ્રેનમાં જનાર તમામ મજૂરોના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા હતા. સાથે જ ટ્રેનમાં મુસાફરી દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેવી રીતે મજૂરોની વ્યવસ્થા ગોઠવામાં આવી હતી. જ્યારે મજૂરોને ટ્રેનમાં પાણી અને જમવાની વ્યવસ્થા સામાજીક સંસ્થાઓ દ્વારા કરી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પરપ્રાંતિયોના હોબાલા બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક મજૂરો માટે ટ્રેનની વ્યવસ્થા કરી હતી.ના