ETV Bharat / state

મોટેરા સ્ટેડિયમ ખાતે 6 વર્ષ બાદ રમાઈ પ્રથમ મેચ..!

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા ખાતે BCCIના ચીફ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહની ટીમ વચ્ચે ફ્રેન્ડલી મેચનું આયોજન થયું હતું. જેમાં સેક્રેટરી જય શાહની ટીમે 28 રને વિજય પ્રાપ્ત કર્યો હતો.

મોટેરા સ્ટેડિયમ ખાતે 6 વર્ષ બાદ રમાઈ પ્રથમ મેચ

author img

By

Published : Dec 23, 2020, 8:47 PM IST

Updated : Dec 23, 2020, 9:54 PM IST

  • સૌથી મોટા મોટેરા સ્ટેડિયમ ખાતે ફ્રેન્ડલી મેચનું આયોજન
  • BCCIના ચીફ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહની ટીમ વચ્ચે મેચનું આયોજન કરાયું
  • જય શાહની ટીમે 28 રને વિજય પ્રાપ્ત કર્યો

અમદાવાદઃ જિલ્લાના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે BCCIના ચીફ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ વચ્ચે ફ્રેન્ડલી મેચનું આયોજન થયું હતું. જેમાં સેક્રેટરી જય શાહની ટીમે 28 રને વિજય પ્રાપ્ત કર્યો હતો. મોટેરા સ્ટેડિયમ ખાતે ફ્રેન્ડલી મેચનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મેચ BCCIના ચીફ અને સેક્રેટરી જય શાહની ટીમ વચ્ચે રમાઇ હતી.

ફ્રેન્ડલી મેચનું આયોજન

BCCIની વાર્ષિક સામાન્ય મીટીંગ પહેલા ફ્રેન્ડલી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોહમ્મદ અઝરુદ્દીન સહિતના 28 બોર્ડના સભ્યો હાજર રહ્યા હતા અને મેચની સાથે સાથે floodlightનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મેચ 10 ઓવરની હતી. જેમાં IPLના ભૂતપૂર્વ ચેરમેન રાજીવ શુક્લાએ મેચમાં રેફરી તરીકેની ભૂમિકા નિભાવી હતી.

એક લાખથી વધુ બેઠકની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ

અમદાવાદ મોઢેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, આ સ્ટેડિયમમાં એક લાખથી વધુ બેઠકની ક્ષમતા ધરાવે છે. આ સ્ટેડિયમ રીનોવેશન બાદ બનીને તૈયાર થઈ ગયું છે, ત્યારે આ સ્ટેડિયમમાં પ્રથમ ફ્રેન્ડલી મેચ રમવામાં આવી હતી.

મોટેરા સ્ટેડિયમ ખાતે 6 વર્ષ બાદ રમાઈ પ્રથમ મેચ

મોટેરાની પીચ પર 6 વર્ષ બાદ રમાઈ પ્રથમ મેચ

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પર 6 વર્ષ બાદ પ્રથમ મેચનું આયોજન થયું હતું. મેચના આયોજનમાં રેફરી તરીકે જવગલ નાથ દ્વારા BCCIના અધિકારીઓને સાથે રાખીને મેદાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, જાન્યુઆરી 2021ના અંતમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની ફાઇનલ સહિતની તમામ નોકઆઉટ મેચ પણ મોટેરામાં રમાશે, ત્યારે સ્ટેડિયમ ચકાસણી અને રીનોવેશન બાદનું તમામ નિરીક્ષણ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય મેચ માટેની તૈયારીઓને આખરી ઓપ

વર્ષ 2021ની શરૂઆતમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ અને 5 t20 મેચ પહેલા BCCI અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા મોટેરા સ્ટેડિયમમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ફ્રેન્ડલી મેચમાં જય શાહની ટીમની જીત

BCCIના ચીફ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ વચ્ચે થયેલી ફ્રેન્ડલી મેચમાં જય શાહની ટીમની જીત થઈ છે. ગુરૂવારના રોજ મળનારી AGMમાં અનેક નિર્ણયો લેવાઈ શકે છે અને આગામી આંતરરાષ્ટ્રીય મેચ અંગે પણ ચર્ચા થઈ શકે છે.

Last Updated : Dec 23, 2020, 9:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.