ETV Bharat / state

Cyber Defense Center : NFSU ખાતે સાયબર ડિફેન્સ સેન્ટર ભારતની સૌપ્રથમ પ્રમાણિત લેબોરેટરી બની

ભારતની સૌપ્રથમ ISO/IEC 27001 પ્રમાણિત સાયબર ડિફેન્સ લેબોરેટરી (Cyber ​​Defense Center Laboratory at NFSU) બનાવવામાં આવી છે. સાયબર ડિફેન્સ સેન્ટર એક અનોખું સેન્ટર છે. સમગ્ર વિગત જાણો કે સાયબર ડિફેન્સમાં ક્યા ક્યા ક્ષેત્રોમાં સુવિધા પૂરી પાડી શકે છે.

author img

By

Published : Jan 25, 2022, 9:51 AM IST

Cyber Defense Center : NFSU ખાતે સાયબર ડિફેન્સ સેન્ટર ભારતની સૌપ્રથમ પ્રમાણિત લેબોરેટરી બની
Cyber Defense Center : NFSU ખાતે સાયબર ડિફેન્સ સેન્ટર ભારતની સૌપ્રથમ પ્રમાણિત લેબોરેટરી બની

અમદાવાદ : નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગરનું સાયબર ડિફેન્સ સેન્ટર (CDC) હવે ભારતની સૌપ્રથમ ISO/IEC 27001 પ્રમાણિત સાયબર ડિફેન્સ લેબોરેટરી (Cyber ​​Defense Center Laboratory at NFSU) બની ગઈ છે. NFSU ખાતેનું સાયબર ડિફેન્સ સેન્ટર એક અનોખું સેન્ટર છે કે શિક્ષણ, તાલીમ, કન્સલ્ટન્સી અને સંશોધનની સુવિધા પૂરી પાડવા માટે અત્યાધુનિક સાધનો અને ટેક્નોલોજી એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

ઈન્સ્ટિટ્યૂશન ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સનું ગૌરવ સમાન

NFSUને આ આંતરરાષ્ટ્રીય સ્તરનું સર્ટિફિકેટ પ્રમાણિત કરતાં રામ કુમાર શર્મા, જનરલ મેનેજર, સેન્ટ્રલ વેસ્ટ રિજન, બ્યુરો વેરિટાસ, ભારતે જણાવ્યું કે NFSU કે જેને ‘ઈન્સ્ટિટ્યૂશન ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ’નું (Institution of National Importance) ગૌરવ પ્રાપ્ત છે, ત્યારે ભારતમાં સૌપ્રથમવાર આ પ્રકારનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સર્ટિફિકેટ સાયબર ડિફેન્સ સેન્ટરને આપવામાં આવ્યું છે. જેનાથી માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ ઉદ્યોગ સાહસિકો, કાયદા અમલીકરણ એજન્સી(LEAs)ના અધિકારીઓને સાયબર સુરક્ષા અને ડિજિટલ ફોરેન્સિક્સ સંદર્ભની તાલીમ માટે મહત્ત્વનું પ્લેટફોર્મ પ્રદાન કરશે. સાથો સાથ આ સેન્ટર સાયબર હુમલાને ખાળવા અને તેનું મૂળ શોધવા તેમજ રાષ્ટ્રની સાયબર સુરક્ષાને મજબૂત બનાવવામાં સિંહફાળો આપશે.

સિક્યુરિટી ઉપરાંત વિશિષ્ટ ક્ષેત્રોમાં વિશિષ્ટ સુવિધા આપશે

આ ઉપરાંત વધુમાં કહ્યુ હતું કે, વર્તમાન સમયમાં ‘ડેટા’ એ અત્યંત કિંમતી છે, ત્યારે તેની સુરક્ષા માટે અત્યાધુનિક સાધનો અને ટેક્નોલોજીની આવશ્યકતા છે. NFSU ખાતેનું આ અત્યાધુનિક સાયબર ડિફેન્સ સેન્ટર માત્ર સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક્સના વિશિષ્ટ ક્ષેત્રોમાં અદ્યતન સંશોધન અને વિકાસની સુવિધા પણ આપશે.

60થી વધુ દેશોમાં સાયબર સિક્યોરિટી એક્સપર્ટની તાલીમ

પ્રો.(ડૉ). નવીન કુમાર ચૌધરી, હેડ, સાયબર ડિફેન્સ સેન્ટર, NFSUએ સતત સહયોગ અને માર્ગદર્શન માટે NFSUના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ પોતાની ટીમના યોગદાનને બિરદાવ્યું હતું. NFSUના આ સાયબર ડિફેન્સ અને સાયબર સિક્યોરિટી અંગે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે. તેમજ ભારતના તથા વિશ્વના 60થી વધુ દેશોના પોલીસ તેમજ સાયબર સિક્યોરિટી એક્સપર્ટને વિશેષ તાલીમ (Cyber ​​Security Expert Training) આપવામાં આવે છે.

પ્રમાણપત્ર મેળવનારું સાયબર ડિફેન્સ સેન્ટર ભારતનું સૌપ્રથમ સેન્ટર

સાયબર ડિફેન્સ સેન્ટરના હેડ, પ્રો. ડૉ. નવીન ચૌધરીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર મેળવનારું સાયબર ડિફેન્સ સેન્ટર ભારતનું સૌપ્રથમ સેન્ટર (India First Cyber Defense Laboratory) બન્યું છે. આ સેન્ટર સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક્સ ક્ષેત્રે તાલીમ (Digital Forensics ​Training) અને સંશોધન માટેના અત્યાધુનિક સાધનો અને ટેક્નોલોજીથી સજ્જ છે. આ સાયબર ડિફેન્સ સેન્ટર 50થી વધુ જાહેર અને ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ બહુરાષ્ટ્રીય કંપનીઓ(MNCs)ને કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડે છે. જેમાં ઉદ્યોગ, બેન્કિંગ, ફાઈનાન્સ ક્ષેત્રને પણ આવરી લેવાયા છે. સાયબર સુરક્ષા ક્ષેત્રે આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા અને સાયબર-સેફ 'ડિજિટલ ઈન્ડિયા' બનાવવા માટે સાયબર ડિફેન્સ સેન્ટર કટિબદ્ધ છે.

આ પણ વાંચોઃ દેશના 1.60 લાખ પોલીસના ઉચ્ચ અધિકારીઓને NFSU વર્ચ્યુલ ટ્રેનિંગ આપશે, ટ્રેનિંગ સેન્ટરનું અમિત શાહ કરશે ઉદ્ઘાટન

આ પણ વાંચોઃ Forensic Psychology Day : ‘એક્સપાન્ડિંગ હોરાઇઝન્સ ઓફ ફોરેન્સિક સાઇકોલોજી’ વિષય ઉપર વર્ચ્યૂઅલ માધ્યમથી પરિસંવાદ યોજાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.