બનાવની વિગત અનુસાર, અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા ચિંતક ફાઉન્ડેશન દ્વારા 22 હજાર રૂપિયાની બૂકિંગ થકી યાત્રાળુઓને ચારધામની યાત્રા કરાવવામાં આવે છે. આશરે 35 જેટલાં યાત્રીઓએ આ ફાઉન્ડેશનમાં બૂકીંગ કરાવ્યું હતું. 19 મેના રોજ 35 યાત્રીઓ ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. ત્યાં તેમને શરૂઆતના 2-3 દવિસ સુવિધાઓ અપાઇ હતી. બાદમાં આયોજકે પોતાનો ખર્ચો કરવા કહ્યું હતું.
આ રીતે લોકોને ઠગતી સંસ્થાએ યાત્રીઓને અધવચ્ચે મૂકીને 'ન ઘરના, ન ઘાટના' જેવી સ્થિતીમાં મૂક્યાં હતા. જેના કારણે તેઓ પોતાના ખર્ચે પાછા આવવા મજબૂર બન્યા હતા. જો કે, પરત આવ્યા બાદ રોષે ભરાયેલાં યાત્રાળુઓએ આયોજક મહિલા વિરુદ્ધ યાત્રીઓ સાથે છેતરપીંડી કર્યાની ફરિયાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.જેના પગલે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.