અમદાવાદ મકર સંક્રાતિ 2023 નો તહેવાર નજીક આવી રહ્યો છે, આખરે બે વર્ષ પછી કોઈપણ પ્રકારની કોરોનાની ગાઈડલાઈન વિના મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી ઉજવવામાં આવશે. જોકે ઉતરાયણના તહેવાર પર તલની ચીક્કી ,ગોળ, સિંગની ચીક્કી, મગફળી વિવિધ પ્રકારના ટ્રેડિશનલ ખાણીપીણી ખવાતા હોય છે. ગુજરાતીઓની ઉતરાયણ ઉપર ખાવાની વિશેષ મહત્વ ધરાવે છે. ત્યારે આવું જાણીએ કે આ વખતે અમદાવાદમાં ચીક્કીની વેરાયટીઓ આવી છે વિવિધ જાતની ચીક્કીઓના શું ભાવ છે અને ચીક્કી ખાવાનું ખાસ કરીને વૈજ્ઞાનિક અને પ્રૌરાણિક મહત્વ શું છે.
સૂર્ય દક્ષિણ દિશામાંથી ઉત્તર તરફ ઉતરાયણ એટલે કે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય દક્ષિણ દિશામાંથી ઉત્તર તરફ આવે છે. શિશિર ઋતુનો અંત આવે છે અને વસંતની શરૂઆત થાય છે. આ સમયગાળામાં પાકની કાપણી થાય છે. આવા વિવિધ કારણોસર આ તહેવાર ઉજવવામાં આવતો હોય છે.
આ પણ વાંચો ઉત્તરાયણના પર્વ નિમિતે પોરબંદરથી તલસાંકળી અને લાડુ બનાવતા શીખો
નવી વેરાઈટીઓ જોવા મળી ચીક્કી વિક્રેતા રાજુભાઈ પટેલ ઇટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે સિંગ અને તલમાં ભાવ વધવાને કારણે આ વર્ષે ચીક્કીમાં 15 થી 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. સાથે ઠંડીના કારણે પણ લોકો વધારે ચીક્કી ખરીદી રહ્યા છે. ઉત્તરાયણ હોવાથી ચીક્કીમાં માંગ પણ વધારે જોવા મળી રહે છે. બજારમાં ચીક્કીની અલગ અલગ નવી વેરાઈટીઓ પણ જોવા મળી રહી છે પરંતુ ભાવ વધારે હોવાને કારણે ગ્રાહક જે ખરીદી કરતા હોય તેનાથી થોડાક ઓછા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે પરંતુ ચીક્કીનું માર્કેટ એકંદરે સારું જોવા મળી રહ્યું છે.
અમદાવાદમાં ચીક્કીના ભાવ ચીક્કીના ભાવની વાત કરવામાં આવે તો સિંગ ચીક્કી 160 રૂપે કિલો, તલ ચીક્કી 220 રૂપિયા કિલો, માવા 180 રૂપિયા કિલો, માવામલાઈ 240 કિલો, કેટબરી ચીક્કી 200 રૂપિયા કિલો સેન્ડવીચ ચીક્કી 240 કિલો અને કચેરી 200 રૂપિયા કિલોનો ભાવ છે. પરંતુ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કાચા માલમાં ભાવ વધારો હોવાથી અમદાવાદમાં તલની ચીક્કીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો Makarsankranti Special 2022 : તલ, ગોળ અને ખીચડો તમારા સ્વાસ્થ્ય પર કઇ રીતે પ્રભાવી છે?
ધાર્મિક મહાત્મ્ય ધાર્મિક રીતે જોઈએ તો, ઉતરાયણના દિવસે સૂર્યપૂજાનું આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે. કડવી વાતો ભૂલીને નવી શરૂઆત કરવા માટે આ દિવસે તલના લાડુ ચીક્કી ઉમરાના લાડુ અને બરફી જેવી મીઠી વાનીઓ ખાવામાં આવે છે. ઉતરાયણના દિવસે તલ અને ગોળની ચીક્કી બનાવવામાં આવે છે. આ દિવસે આ ખાસ ચીક્કી ખાવાની પરંપરા છે. હવે આ પરંપરામાં અનેક બાબતો ઉમેરાય છે. જેમાં હવે ડ્રાયફ્રૂટ કે સિંગ ચીક્કી, કોપરાની ચીક્કી, વગેરે બનાવવામાં આવે છે. તેમાં પણ કાલા તલ અને સફેદ તલનો ઉપયોગ અનોખો થાય છે.
આયુર્વેદિક દ્રષ્ટિએ તલ અને ગોળ જ્યારે આયુર્વેદ અનુસાર જોઈએ તો, તલ શરદ ઋતુ માટે ખૂબ જ અનુકૂળ હોય છે.સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તલનું વિશેષ મહત્વ છે. તલમાં ઝીંક ,વિટામીન b1 જેવા ભરપૂર તત્વ પ્રમાણમાં હોય છે તેમજ એન્ટિઓક્સિડન્ટ ગુણો પણ હોય છે જેનાથી શરીર સ્વાસ્થ્યવર્ધક બને છે. આ સાથે જ આ દિવસે ચીક્કી ખાવા પાછળ અને ગોળ ખાવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે. શિયાળામાં શરીરનું તાપમાન ઘટવા લાગે છે. એવામાં તમે બહારના તાપમાનની સાથે અંદરના તાપમાનને બેલેન્સ કરવાનું રહે છે .તલ અને ગોળ એ ગરમ વસ્તુ છે અને તે ખાવાથી શરીર ગરમ રહે છે. તહેવારોમાં આ ચીજ ખાવાથી અને બનાવવાની પરંપરા છે વૈજ્ઞાનિકોના આધારે તલ ખાવાથી શરીર ગરમ રહે છે અને તેલથી શરીરને ભેજ પણ મળી રહે છે.
બે વર્ષ બાદ ઉજવણીનો ઉત્સાહ અત્રે એ મહત્વનું છે કેમ આ વખતે બજારમાં તલના લાડુની સિંગની ચીક્કીની તેમજ ટોપરાની ચીક્કીએ વિવિધ પ્રકારની ચીક્કી લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. બે વર્ષ બાદ ઉતરાયણનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે તેથી ચીક્કીના ભાવમાં પણ નોંધપાત્ર વધઘટ જોવા મળી રહે છે. એમ પણ ગુજરાતીઓ હંમેશા ખાવાના શોખીન તરીકે ઓળખાય છે ત્યારે ધાર્મિક વૈજ્ઞાનિક કે આયુર્વેદિક કોઈપણ દ્રષ્ટિએ ઉતરાયણના સમયે ચીક્કીનું સેવન કરવું સ્વાસ્થ્યવર્ધક છે.