હાઈકોર્ટે સુરત એરપોર્ટ પાસે આવેલી ઈમારતોની ઉંચાઈ નિયત કરતા વધું કઈ રીતે હોઈ શકે, એ મુદે પણ એરપોર્ટ સતાધિશો પાસેથી ખુલાસો માંગ્યો છે. એટલું જ નહીં બીયું પરમીશન વગરની બિલ્ડિંગમાં લોકોના રહેવા મુદ્દે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી લેખિત જવાબ માંગ્યો છે. અગાઉ આ મુદે હાઈકોર્ટે ત્રણેય પક્ષકારને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો હતો.
એરપોર્ટની આસપાસના નિયત કરતા વધું ઉંચી બિલ્ડિંગ કે બાંધકામને લીધે ટેક-ઓફ કે લેન્ટ કરતી વખતે પેસેન્જર, ક્રુ સભ્યો અને લોકોના જીવ જોખમમાં મૂકાઈ શકે છે. આ અંગે સર્વે કર્યા બાદ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા આશરે 41 જેટલી સોસાયટીને નોટિસ પાઠવામાં આવી હતી. પરતું સાત મહિના વીતી ગયા છતાં કોઈ જ નકકર પગલા લેવાયા નથી. બિલ્ડિંગની ઉંચાઈ માપદંડ પ્રમાણે છે કે નહિ તેની પણ કોઈ ખાસ નોંધ કે માહિતી રાખવામાં આવી ન હોવાનો અરજદારે આક્ષેપ કર્યો હતો.
દરરોજ સરેરાંશ 27થી વધું ફ્લાઈટની અવરજવર ધરાવતા સુરત એરપોર્ટની આસપાસ આવેલી બિલ્ડિગમાં કોલિઝન લાઈટ પણ લગાડવામાં આવી નથી. એટલું જ પેસેનજર, ક્રુ અને લોકોની અસલામતીને લઈને એરમેનને કોઈ જ નોટિસ પાઠવામાં આવી નથી. આ પ્રકારની બેદરકારી બંધારણની કલમ 21નું ઉલ્લઘંન છે. હાઈકોર્ટે આ મામલે તમામ પક્ષકારો પાસેથી ખુલાસા માંગ્યા છે.