ETV Bharat / state

Stray Cattle Issue in Gujarat High court : રખડતા ઢોરની રાજ્યવ્યાપી નીતિ ઘડવા સરકારે હાઇકોર્ટ પાસે સમય માંગ્યો - સરકારે હાઇકોર્ટ પાસે સમય માંગ્યો

રખડતા ઢોરના ત્રાસ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં વિવિધ પ્રકારની અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેમાં આજે વધુ સુનાવણી યોજાઇ હતી. રખડતા ઢોરના ત્રાસ મુદ્દે નીતિ બનાવવા માટે સરકારે હાઇકોર્ટ પાસે વધુ સમય આપવાની માગણી કરી હતી. ત્યારે હવે આ કેસની આગામી સુનાવણી 28 માર્ચના રોજ યોજાશે.

Stray Cattle Issue in Gujarat High court : રખડતા ઢોરની રાજ્યવ્યાપી નીતિ ઘડવા સરકારે હાઇકોર્ટ પાસે સમય માંગ્યો

author img

By

Published : Mar 17, 2023, 8:45 PM IST

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટના વિવિધ હુકમ છતાં પણ આ સમસ્યાનું નિવારણ ન આવતું હોવાની ફરિયાદ ગુજરાત હાઇ કોર્ટ સમક્ષ કરવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાઇકોર્ટને ખાતરી આપી છે કે એએમસી રખડતા ઢોર પકડવાની કામગીરી રોજ ચાલુ રાખશે. જ્યારે રખડતા ઢોર મુદ્દે રાજ્યવ્યાપી નીતિ બનાવવા મુદ્દે હાઇ કોર્ટ પાસે સરકારે માંગ્યો છે.

ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ : રાજ્યમાં વધતા જતા રખડતા ઢોરના ત્રાસ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં વિવિધ પ્રકારની અરજીઓ દાખલ કરવામાં આવી છે. રખડતા ઢોરના ત્રાસ મુદ્દે આજે વધુ એક વખત ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્પોરેશનની કામગીરી અને કોર્ટના અનેક હુકમ હોવા છતાં પણ રખડતા ઢોરના ત્રાસ મુદ્દે રાજ્યમાં સ્થિતિ યથાવત છે.

આ પણ વાંચો Bhavnagar News : ભાવનગરમાં રખડતાં ઢોરની અડફેટે વૃદ્ધ આવ્યાં, કમિશનરે કહ્યું આવું

અરજદારોની રજૂઆત : ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રખડતા ઢોરના ત્રાસુ મુદ્દે વિવિધ ફરિયાદો બાદ પણ તંત્ર નિષ્ક્રિય છે એવી રજૂઆત હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. કોર્ટે અગાઉ અનેક હુકમો કરેલા છે તેમ છતાં પણ રસ્તામાં ઠેર ઠેર બેફામ રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. રોજે રોજ રખડતા ઢોરના લીધે કોઈકના ઈજા કે મૃત્યુના બનાવો પણ બની રહ્યા છે. આ પ્રશ્નનું નિરાકરણ હજી પણ નથી આવી રહ્યું એવી વાત કોર્ટના ધ્યાને મૂકવામાં આવી છે.

એએમસીએ રોજે ઢોર પકડવાની ખાતરી આપી : આ સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોર્ટને ખાતરી આપી છે કે કોર્ટ રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ જ છે. આ કાર્ય ચાલુ જ રાખવામાં આવશે. આ તમામ પ્રશ્નોને ગંભીરતાથી લઈને કોર્પોરેશન સતત કાર્યશીલ છે તેમજ રહેશે. રખડતા ઢોરોનું જે ડિપાર્ટમેન્ટ છે તે આ મામલે સતત કામગીરી કરી રહ્યું છે.

આ પણ વાંચો Stray Cattle રખડતા ઢોર મામલે સરકારે HCમાં એક્શન ટેક્ન રિપોર્ટ રજૂ કરવા માગ્યો સમય

હાઇકોર્ટના સવાલ સામે વધુ સમયની માગણી કરાઇ : આ સમગ્ર મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલો કર્યા હતા કે રખડતા ઢોરના પ્રશ્નોના મુદ્દે નીતિ બનાવવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા કે નહીં? હાઇકોર્ટના આ સવાલ સામે રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રખડતા ઢોરના પ્રશ્નને રાજ્યવ્યાપી નીતિ બનાવવા માટે સમય જોઇએ છે. આ સાથે જ જવાબ માટે વધુ એક મુદત રાજ્ય સરકાર દ્વારા કોર્ટ પાસે માંગવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે 28 માર્ચ સુધીનો સમય રાજ્ય સરકારને આપ્યો છે.

28 માર્ચે સરકાર રખડતાં ઢોરની નીતિ લઇને આવે તેવી શક્યતા : મહત્વનું છે કે રખડતા ઢોર ઉપરનો અંકુશ, તેમને પકડવાની કામગીરી અને તેના ચોક્કસ નિરાકરણ સાથે રાજ્ય સરકાર આગામી મુદત સુધીમાં નીતિ લઈને આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે. આ સમગ્ર મામલે 28 માર્ચે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે રાજ્ય સરકાર આ મુદ્દે યોજના અને રિપોર્ટ રજૂ કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.