ETV Bharat / state

ફેક વીડિયો મુદ્દે જીજ્ઞેશ મેવાણી વિરૂદ્ધ દાખલ થયેલી FIR વિશે રાજ્ય સરકાર ખુલાસો આપેઃ હાઈકોર્ટ - Video

અમદાવાદઃ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ફેક ન્યૂઝનો શિકાર બનતા સિરિયામાં બાળક સાથે થયેલી બર્બરતાની વીડિયો વલસાડની શાળાનો ગણાવી ટ્વીટર પર શેયર કર્યો હતો. મેવાણી વિરૂદ્ધ આ બાબતે વલસાડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલી FIRને રદ કરવા માટે મંગળવારે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી ક્વોશિંગ પીટીશનમાં જસ્ટીસ એસ.એચ. વર્ષ 2017થી 2019 સુધીમાં વાયરલ વીડિયો અંગે વલસાડની શાળા દ્વારા અરજી આપવામાં આવી હોવા છતાં કેમ ફરિયાદ નોંધી નથી અને જીજ્ઞેશ મેવાણી વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુદે ખુલાસો આપવા રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 7મી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.

high cour
author img

By

Published : Jul 3, 2019, 10:51 AM IST

જીજ્ઞેશ મેવાણીના વકીલ આનંદ યાજ્ઞિકે રજૂઆત કરી હતી કે, વલસાડની શાળા દ્વારા અનેક વાર વાયરલ વીડિયો અંગે અરજી કરી હોવા છતાં પોલીસે ફરિયાદ દાખલ કરી નથી. જ્યારે મેવાણી ધારાસભ્ય હોવાથી તેમની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવામાં આવી છે. જીજ્ઞેશ મેવાણીએ દુઃખ વ્યકત કરતો વીડિયો ટ્વીટર પર શેયર કર્યો હતો. તેમાં બદનક્ષી જણાઈ આવતી નથી અને મેવાણીને વીડિયો સિરિયાનો હોવાની જાણ થતાં આ અંગે સતાવાર રીતે ટ્વિટ કરી ખુલાસો આપી 24 કલાકમાં વિવાદાસ્પદ ટ્વિટ ડિલિટ કરી દેવામાં આવ્યું હતું. જેનો પોલીસ ફરિયાદમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

પોલીસ ફરિયાદના ભાગરૂપે તપાસમાં સહયોગ આપવા મેવાણીને પોલીસ દ્વારા સમન્સ પાઠવામાં આવ્યું છે. હાલ વિધાનસભામાં સત્ર ચાલતું હોવાથી મેવાણી હાજર થઈ શકશે નહીં એવી રજુઆત કરવામાં આવી હતી.

જીગ્નેશ મેવાણની રજૂઆત હતી કે, 20 મેના રોજ રાત્રે બાર કલાકે એક વીડિયો તેમના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યો હતો. વીડિયોમાં શિક્ષક વિદ્યાર્થીને બેરહેમીથી મારી રહ્યા હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. ટ્વિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરી આ મુદ્દા અંગે ધ્યાન દોર્યુ હતું. થોડા સમય બાદ આ વીડિયોના સાતત્ય અંગે ટ્વીટર અને સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠતા ફરી અરજદારે રાત્રે એક કલાકે ટ્વીટ કરી પ્રશ્ન પૂછ્યો હતો કે, આ વીડિયો ભારતનો છે કે ઇજીપ્તનો તેના અંગે કોઈને ખબર હોયતો માહિતગાર કરે. ત્યારબાદ સવારે 11 કલાકે અરજદારે દિલગીરી દર્શાવતું ટ્વિટ કર્યુ હતું કે, તેણે લાગણીવશ થઇને આ ટ્વિટ કર્યુ હતું. વીડિયો ભારત કે ઇજીપ્ત નહીં પરંતુ સીરિયાની એક શાળાનો છે.

મેવાણીની રજૂઆત છે કે, વીડિયો તેને વ્હોટ્સએપના માધ્યમથી મળ્યો હતો. વીડિયો ટ્વિટ કરી કોઇને બદનામ કરવાનો તેનો ઇરાદો ન હતો. વિદ્યાર્થીઓ સાથે શાળામાં થતી હિંસા અંગે તે ગંભીર હોવાથી વીડિયો ટ્વિટ કર્યો હતો. આ ઘટના 20 મેના હોવા છતાં શાળના પ્રિન્સિપાલે 25 દિવસ બાદ આ અંગે વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવવામાં મોડું થયાની બાબત પણ કોર્ટે ધ્યાને લેવી જોઇએ.

મંગળવારની સુનાવણીમાં ફરિયાદી શાળા તરફથી રજૂઆત કરાઇ હતી કે, તેઓ અગાઉ પણ આ પ્રકારની માનહાનિ અંગે ચાર વખત પોલીસમાં રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ તે સમયે ફરિયાદ નોંધાઇ ન હતી. હાઇકોર્ટે આ અંગે પોલીસને પ્રશ્ન કર્યો છે કે, અગાઉની માનહાનિની કોઇ ફરિયાદ નહીં અને આ જ ફરિયાદ કેમ નોંધવામાં આવી છે? પોલીસને આ અંગે જવાબ રજૂ કરવાનો આદેશ કરાયો છે.

સોશ્યલ મીડિયાના માધ્યમથી ફેક ન્યુઝ અથવા ઘટના ફેલાવવા બદલ IPCની કલમ 505 (2) પ્રમાણે 3 વર્ષ સુધી કેદની સજા અને દંડ થઈ શકે છે. આ સમગ્ર કેસની વિગત એવી છે કે, જીજ્ઞેશ મેવાણીએ તેમના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરેલા વીડિયો કેસ અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદ રદ કરવા અરજી કરી છે. વલસાડની એક શાળામાં શિક્ષક બાળકને નિર્દયી રીતે મારી રહ્યા હોય તેવી માહિતી સાથે તેમણે વીડિયો ટ્વિટ કર્યો હતો. ત્યારબાદ બહાર આવ્યું હતું કે, આ વીડિયો સીરિયાનો છે. માનહાનિના આક્ષેપ સાથે વલસાડની શાળાએ ફરિયાદ નોંધાવી હતી.

Intro:વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ફેક ન્યુઝનો શિકાર બનતા સિરિયામાં બાળક સાથે થયેલી બર્બરતાની વીડિયો વલસાડની શાળાનો ગણાવી ટિવ્ટર પર શેયર કરતા મેવાણી વિરૂધ વલસાડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલી FIRને રદ કરવા માટે મંગળવારે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી ક્વોશિંગ પીટીશનમાં જસ્ટીસ એસ.એચ. વર્ષ 2017 થી 2019 સુધીમાં વાયરલ વીડિયો અંગે વલસાડની શાળા દ્વારા અરજી આપવામાં આવી હોવા છતાં કેમ ફરિયાદ નોંધી નથી અને જીજ્ઞેશ મેવાણી વિરૂધ દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુદે ખુલાસો આપવા રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 7મી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે......Body:જીજ્ઞેશ મેવાણી વતી વકીલ આનંદ યાગ્નિકે રજુઆત કરી હતી કે વલસાડની શાળા દ્વારા અનેક વાર વાયરલ વીડિયો અંગે અરજી કરી હોવા છતાં પોલીસે ફરિયાદ દાખલ કરી નથી જ્યારે મેવાણી ધારાસભ્ય હોવાથી તેમની વિરૂધ ફરિયાદ દાખલ કરાવામાં આવી છે..જીજ્ઞેશ મેવાણીએ દુખ વ્યકત કરતો વીડિયો ટિવ્ટર પર શેયર કર્યો હતો તેમાં બદનકક્ષી જણાઈ આવતી નથી અને મેવાણીને વીડિયો સિરિયાનો હોવાની જાણ થતાં આ અંગે સતાવાર રીતે ટિવ્ટ કરી ખુલાસો આપી 24 કલાકમાં વિવાદાસ્પદ ટિવ્ટ ડિલિટ કરી દીધી હતી જેનો પોલીસ ફરિયાદમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. પોલીસ ફરિયાદના ભાગરૂપે તપાસમાં સહયોગ આપવા મેવાણીને પોલીસ દ્વારા સમન્સ પાઠવામાં આવ્યું છે, હાલ વિધાનસભાનો સત્ર ચાલતું હોવાથી મેવાણી હાજર થઈ શકશે નહિ એવી રજુઆત કરવામાં આવી હતી....

જીગ્નેશ મેવાણની રજૂઆત હતી કે ૨૦મી મેના રોજ રાત્રે બાર વાગ્યે એક વીડિયો તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યો હતો. વીડિયોમાં શિક્ષક વિદ્યાર્થીને બેરહેમીથી મારી રહ્યા હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. ટ્વિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરી આ મુદ્દા અંગે ધ્યાન દોર્યુ હતું. થોડા સમય બાદ આ વીડિયોના સાતત્ય અંગે ટ્વિટર અને સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠતા ફરી અરજદારે રાત્રે એક વાગ્યે ટિવટ કરી પ્રશ્ન પૂછ્યો હતો કે આ વીડિયો ભારતનો છે તે ઇજીપ્તનો તે અંગે કોઇને ખબર હોય તો માહિતગાર કરે. ત્યારબાદ સવારે ૧૧ વાગ્યે અરજદારે દિલગીરી દર્શાવતું ટ્વિટ કર્યુ હતું કે તેણે લાગણીવશ થઇને આ ટ્વિટ કર્યુ હતું. વીડિયો ભારત કે ઇજીપ્ત નહીં પરંતુ સીરિયાની એક શાળાનો છે.

મેવાણીની રજૂઆત છે કે વીડિયો તેને વ્હોટ્સએપ્પના માધ્યમથી મળ્યો હતો. વીડિયો ટ્વિટ કરી કોઇને બદનામ કરવાનો તેનો ઇરાદો નહોતો. વિદ્યાર્થીઓ સાથે શાળામાં થતી હિંસા અંગે તે ગંભીર હોવાથી વીડિયો ટ્વિટ કર્યો હતો. આ ઘટના ૨૦મી મેની હોવા છતાં શાળના પ્રિન્સિપાલે ૨૫ દિવસ બાદ આ અંગે વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવવામાં મોડું થયાની બાબત પણ કોર્ટે ધ્યાને લેવી જોઇએ. આજની સુનાવણીમાં ફરિયાદી શાળા તરફથી રજૂઆત કરાઇ હતી કે તેઓ અગાઉ પણ આ પ્રકારની માનહાનિ અંગે ચાર વખત પોલીસમાં રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તે સમયે ફરિયાદ નોંધાઇ નહોતી. હાઇકોર્ટે આ અંગે પોલીસને પ્રશ્ન કર્યો છે કે અગાઉની માનહાનિની કોઇ ફરિયાદ નહીં અને આ જ ફરિયાદ નોંધવામાં આવી છે ? પોલીસને આ અંગે જવાબ રજૂ કરવાનો આદેશ કરાયો છે.
Conclusion:સોશ્યલ મીડિયાના માધ્યમથી ફેક ન્યુઝ અથવા ઘટના ફેલાવવા બદલ IPCની કલમ 505 (2) પ્રમાણે 3 વર્ષ સુધી કેદની સજા અને દંડ થઈ શકે છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે જીજ્ઞેશ મેવાણીએ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરેલા વીડિયો કેસ અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદ રદ કરવા અરજી કરી છે. વલસાડની એક શાળામાં શિક્ષક બાળકને નિર્દયી રીતે મારી રહ્યા હોય તેવી માહિતી સાથે તેમણે વીડિયો ટ્વિટ કર્યો હતો. ત્યારબાદ બહાર આવ્યું હતું કે આ વીડિયો સીરિયાનો છે. માનહાનિના આક્ષેપ સાથે વલસાડ પોલીસે ફરિયાદ નોંધાવી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.