- અપંગ માનવ મંડળ ખાતે માતાજીની વિશિષ્ટ આરાધના
- નવરાત્રીના પર્વમાં માતાજીની આરતી અને પૂજાનું આયોજન
- બાળકો દ્વારા કરવામાં આવે છે માતાજીની પૂજા અર્ચના
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. જેને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ગુજરાતમાં હાલ નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે. જેને લઇ રાજ્ય સરકારે ગરબાનું આયોજન મોકૂફ રાખ્યું છે. પરંતુ માતાજીની આરાધના કરવા માટે છૂટછાટ આપવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખી અપંગ માનવ મંડળના બાળકો માતાજીની આરાધનાથી વંચિત ન રહે તેવા હેતુસર અપંગ માનવ મંડળ ખાતે માતાજીની વિશિષ્ટ આરાધના કરવામાં આવી રહી છે.
અમદાવાદ - વસ્ત્રાપુર અપંગ માનવ મંડળના બાળકો કરી રહ્યા છે માતાજીની પૂજા અર્ચના કેવી રીતનું કર્યું આરતીનું આયોજનકોરોના મહામારીને ધ્યાને રાખી અપંગ માનવ મંડળ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ્ટનું ધ્યાન રાખી દિવ્યાંગ બાળકો બેસી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેમાં માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. સવાર સાંજે બાળકો દ્વારા માતાજીની પૂજા આરાધના અને આરતી કરવામાં આવી રહી છે. માતાજીની સ્થાપના કરવામાં આવી છે. તે જગ્યાને પણ વિશિષ્ટ રીતે લાઈટોની રોશની શણગારવામાં આવી છે.
માતાજી સમક્ષ બાળકોએ સ્વાસ્થ્ય અંગે કરી પ્રાર્થનાઅપંગ માનવ મંડળમાં રહેલા બાળકોએ વિશ્વમાં ચાલી રહેલી મહામારીને લઈ માતાજી સમક્ષ વહેલી તકે કોરોના વેક્સીન શોધાઈ જાય તેવી ભક્તિભાવથી પ્રાર્થના કરી હતી.