અમદાવાદઃ શહેરની સોલા પોલીસે શાકભાજીના વેચાણકર્તાઓ અને ફળોના વેચાણકર્તાઓ માટે અલાયદી વ્યવસ્થા કરી છે. જેમાં સોલા હદ વિસ્તારના જે વેચાણકર્તાઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. તેમને ગરમીથી રાહત મળે અને પોતે વેચાણ કરી શકે તે માટે મંડપ સહિતની વ્યવસ્થા કરી આપી છે.
સોલા પોલીસે શાકભાજી અને ફળોના ફેરિયાઓને મદદ કરી જમીનની ફાળવણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.અહીં સૌથી મહત્વની વાત એ છે કે દરેક વેચાણ કરતાં સોશિયલ ડિસ્ટન્સ, રાખીને માસ્ક તથા મોજા પહેરીને અને સેનિટાઈઝર સાથે રાખીને વેચાણ કરી રહ્યા છે.સોલા પોલીસ દ્વારા તે માટે કેટલાક નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં..
સોલા પોલીસે શાકભાજી અને ફળોના ફેરિયાઓને મદદ કરી -ગ્રાહકોએ શકભાજી કે ફળોને હાથ લગાવવા નહીં.-પૈસાની લેવડ દેવળ દ્વારા સંકર્માણનો ભય ના રહે તે માટે છુટા પૈસા રાખવા કે રાઉન્ડ ફિગરમાં ખરીદી કરવી.-ડોલ અથવા બાસ્કેટમાં વસ્તુઓને અડ્યા વગર ખરીદી કરવી-સોસીયલ ડિસ્ટન્સ રાખવું-માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવાસોલા વિસ્તારના શકભાજી અને ફળોના વેચનકર્તાઓ સોલા પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મળેલા આ સહયોગથી ખૂબ જ ખુશ જોવા મળ્યા છે.ગરમીમાં વેચાણમાં તેમને રાહત મળી રહી છે .તો સરકાર દ્વારા બહાર પાડેલી ગાઈડલાઈન મુજબ જ સવારે 8 થી સાંજના 4 વાગ્યા સુધી તેઓ વેચાણ કરે છે.