અમદાવાદઃ સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદ મામલો દિવસે ને દિવસે વધુ પેચીદો થતો જઈ રહ્યો છે. ગઈ કાલે હાઇકોર્ટે (Gujarat High Court)આ મામલે વચગાળાનો હુકમ આપ્યો હતો. ત્યારે આજે આ મામલે હાઇકોર્ટમાં (Sokhada Haridham Controversy)વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. આજે હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટને સોખડામાં એક સંતનું જે મોત થયું તેનાથી અવગત કરાયા હતા. જે સંતનો દેહ લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો તેની આજે વિશેષ રજૂઆત કરાય હતી.
અમે સમાધાન કરવા માટે તૈયાર છીએ - જો કે આ મામલે કોર્ટે બન્ને પક્ષોએ સાથે મળીને સમાધાનનું વલણ અપનાવવા પણ કહ્યું હતું અને ધાર્મિક સંસ્થામાં આવી રીતે સારુંના લાગે એવુ પણ કહ્યું હતું. આ બાબતે પ્રેમ સ્વરૂપ સ્વામીના વકીલએ રજૂઆત કરી હતી કે, અમે સમાધાન કરવા માટે તૈયાર છીએ.
આ પણ વાંચોઃ Sokhda Haridham Swami Death: સોખડા હરિધામના સ્વામી ગુણાતીતના મૃત્યુ મામલે પીએમ રિપોર્ટમાં મોટો ખુલાસો
સંતોની સલામતી ઇચ્છીએ છીએ - અરજદારના વકીલ ચિત્ર જીત ઉપાધ્યાય આ બાબતે જણાવ્યું કે, આખા મામલે હાઇકોર્ટનું સૂચન છે કે સમાધાનનો જે વલણ અપનાવવુંએ આ બાબતમાં સૂચક છે તેવી રજૂઆત કરી છે કે સમાધાન માટે અમે તૈયાર છીએ. પરંતુ ગુણાતીત સ્વામીના મોત પછી અત્યારે કોર્ટને અમે હરિધામ વાતાવરણ કેવું છે તે અવગત કરાવ્યા છે.
આ પણ વાંચોઃ Sokhda Haridham Temple: સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીનું રહસ્યમય સંજોગોમાં નિધન
હરિધામના વાતાવરણથી કોર્ટને અવગત કરાવ્યા - જ્યારે અરજદારના વકીલ ,એ કોર્ટમાં રજૂઆત કરતા કહ્યું કે , અમને સમાધાન કરવામાં કોઈ જ વાંધો નથી પરંતુ ત્યાં જે પ્રકારનું વાતાવરણ છે તે જોતાં અને સંતોની સલામતી ઇચ્છીએ છીએ. તેમને ગુણાતીત સ્વામીના મૃત્યુનું ઉદાહરણ આપીને હરિધામના વાતાવરણથી કોર્ટને અવગત કરાવ્યા હતા. ગઈ કાલે થયેલા કોર્ટના સૂચન મધ્યસ્થી માટે થયેલી વાત મુજબ સિનિયર એડવોકેટ સોખડા જાસે અને આવતીકાલ જે ચર્ચા થશે તે મુજબ સોમવારે વધુ સુનવણી હાથ ધરવામાં આવશે.