અમદાવાદના સ્થાયી સોમપૂરા પરિવારના ચંદ્રકાંત સોમપૂરા અને તેમનાં પુત્ર નિખીલ સોમપૂરાએ અયોધ્યાનું રામમંદિર કેવું બનશે તે અંગેની બ્લુ પ્રિન્ટ 30 વર્ષ પહેલાં તૈયાર કરી હતી. બ્લૂ પ્રિન્ટ પ્રમાણે 69 એકર અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરવામાં આવશે.
બહારથી રામમંદિરમાં આવતાં જ ભક્તોનું ધ્યાન શિખર પર પડે તે પ્રકારનું અષ્ટકોણીય આકારનું શિખર તૈયાર કરવામાં આવશે. આ સાથે ગર્ભગૃહ પણ અષ્ટકોણીય રહેશે. જેની પ્રદક્ષિણા કરી શકાશે.
મંદિરમાં ગૂઢ મંડળ અને નૃત્ય મંડપ પણ હશે. આખા રામમંદિરના ક્ષેત્રફળની વાત કરીએ તો તેની લંબાઇ 270 ફૂટ, પહોળાઇ 135 ફુટ, ઊંચાઇ 141 ફૂટ હશે.
આ મંદિરનું સૌથી મોટું આકર્ષણ ઉત્તર ભારતની પ્રચલિત નાગરશૈલી હશે. જે મંદિરની બનાવટમાં જોવા મળશે.
રામમંદિર સંકુલમાં મુખ્ય મંદિર આસપાસ કુલ 4 મંદિર બનાવાવમાં આવશે. જેમાં ભરત ,લક્ષ્મણ ,સીતા અને ગણપતિનું મંદિર હશે. જેના દર્શનનો લ્હાવો પણ ભક્તોને મળશે. આ ચાર મંદિર કોઈ એક દિશામાં નહીં પરંતુ ચારેય દિશામાં બનશે.
આ સાથે મદિરમાં રહેવા માટેની ધર્મશાળા હશે. જે ભક્તો આવે તેમની માટે ભોજનશાળા પણ હશે. આ સિવાય મંદિરમાં રિસર્ચ સેન્ટર પણ બનાવાવમાં આવશે. જેમાં રામાયણ અને મહાભારત વિશે જો કોઈને અભ્યાસ કરવો હોય તો તે માટેના પુસ્તકો અહીં મળશે. જેની પાસે એક લાઈબ્રેરી પણ અલગથી બનાવાશે.
મંદિરના નિર્માણમાં જે પત્થરોનો ઉપયોગ કરવામાં આવશે. તે રાજસ્થાનનો ગુલાબી પત્થર છે અને આ પત્થર ભરતપૂરના આગ્રા પાસે મળી આવે છે. આ પત્થર 20 વર્ષ પહેલાં 50 રૂપિયામાં મળતો હતો. તેની હાલની કિંમત 700 રૂપિયા છે.
મંદિરનાં નિર્માણ માટે કૂલ 2 લાખ ઘન ફૂટ જેટલા ક્વોન્ટિટીનાં પત્થરનો ઉપયોગ કરવામાં આવશે. જેની માટે 50 કરોડ રૂપિયાનો ખર્ચો થશે. મહત્વની વાત એ છે કે અત્યાર સુધી મંદિરનાં બે મંડપ બંધાઈ ચુક્યા છે.
આ બંને મંડપમાં જેટલાં પત્થરનો ઉપયોગ થયો તે કાળા પડી ગયા છે. જેને દૂર કરીને ફરી વપરાશ માટે પણ સોમપૂરા પરિવાર દ્રારા માટી લાગેલાં પત્થરોની સફાઈ કરવાની પણ યોજના બનાવવામાં આવી છે.