ETV Bharat / state

15 મે બાદ અનાજ દળવાની ઘંટીની દુકાનો સવારે 8થી બપોરના 3 સુધી ખુલ્લી રહેશે - 15 મે પછી અનાજ દળવાની ઘંટીની દુકાનો ખુલ્લી રહેશે

અમદાવાદ શહેરમાં કોરાના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલા પગલાંઓની સમીક્ષા માટેની પાંચમી બેઠક સાબરમતી રીવર ફ્રન્ટ હાઉસ ખાતે બપોરે 12 વાગે યોજાઈ હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર IAS, જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા.

15 મે પછી અનાજ દળવાની ઘંટીની દુકાનો સવારે 8 થી બપોરના 3 સુધી ખુલ્લી રહેશે

author img

By

Published : May 12, 2020, 7:55 PM IST

અમદાવાદ: 15 મે પછી લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે કરિયાણું, શાકભાજી, ફળફળાદી તથા અનાજ દળવાની ઘંટી વગેરે શરૂ થશે. અનાજ દળવાની ઘંટી સવારના 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે .

15 મે પછી અનાજ દળવાની ઘંટીની દુકાનો સવારે 8 થી બપોરના 3 સુધી ખુલ્લી રહેશે
15 મે પછી અનાજ દળવાની ઘંટીની દુકાનો સવારે 8 થી બપોરના 3 સુધી ખુલ્લી રહેશે

આ માટે નીચે મુજબની માર્ગદર્શિકાનું ચૂસ્ત પાલન કરવાનું રહેશે

  • માત્ર છૂટછાટ અપાયેલી ચીજવસ્તુઓનું જ વેચાણ કરી શકાશે.
  • નિશ્ચિત કરવામાં આવેલા સમયગાળા સિવાય વેપાર કરી શકાશે નહીં.
  • આ પ્રકારના ધંધા સાથે સંકળાયેલા તમામ લોકો-માલિકો તેમજ કામદારોની આરોગ્ય વિષયક ચકાસણી કરાવી હેલ્થ સ્ક્રીનીંગ કાર્ડ મેળવી લેવાના રહેશે અને વેપારના સમયે પોતાની પાસે અચૂક રાખવાના રહેશે . આ કાર્ડ દર 7 દિવસે રીન્યુ કરાવવાના રહેશે.
  • વેચાણ કરતી વખતે સામાજીક અંતર ફરજિયાતપણે જાળવવાનું રહેશે.
  • કન્ટેન્મેન્ટ એરિયામાંથી કોઈપણ સ્ટાફને કામગીરી સોંપી શકાશે નહીં.
  • કોરોના સંક્રમણથી બચવા શક્ય હોય ત્યાં સુધી ડિજિટલ પેમેન્ટથી વ્યવહાર કરવાનો પ્રયત્ન કરવાનો રહેશે . જો કે આમ કરવું ફરજીયાત નથી.
  • રોકડથી પણ વ્યવહાર થઈ શકશે પરંતુ રોકડ સ્વીકારવા માટે અલગથી સાવચેતી રાખવાની રહેશે. તેવી જ રીતે રોકડ પરત આપવાની ટ્રે પણ અલગ રાખવાની રહેશે. રોકડની આપ-લે દરમિયાન સીધો સંપર્ક ટાળવાનો રહેશે.
  • દુકાનમાં કામ કરતા તમામ ( માલિકો તેમજ કામદારો ) તથા ફેરિયાઓએ હેન્ડ ગલ્વ, સેનેટાઈઝર, કેપ, માસ્ક વગેરે સતત પહેરી રાખવાના રહેશે.
  • ગ્રાહકો તેમજ પોતાના વપરાશ માટે હેન્ડ સેનેટાઈઝર ઉપલબ્ધ કરાવવાના રહેશે.
  • દુકાનમાં રોકડ સ્વીકાર અને ચીજવસ્તુની આપ-લે કરતી વખતે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે પ્લાસ્ટિક અથવા એ પ્રકારનું યોગ્ય આવરણ રાખવાનું રહેશે.
  • હોમડીલીવરી કરતી વિવિધ એજન્સીઓ જેવી કે, ડીમાર્ટ, ઓશિયા હાયપરમાર્ટ, બીગબાસ્કેટ, બીગ બજાર, ઝોમેટો, સ્વીગી તેમજ તેના જેવા અન્ય તમામ હોલસેલ તેમજ રીટેઈલ હોમડીલીવરી એજન્સીઓએ પણ ઉપર દર્શાવેલા માર્ગદર્શિકાનું ચુસ્તપાલન કરવાનું રહેશે પરંતુ હોમડીલીવરી માટે સવારના 10 વાગ્યાથી બપોરના 5 વાગ્યા સુધીનો સમયગાળો રહેશે . હોમડીલીવરી માટે સામાન્ય રીતે જુદીજુદી મોબાઈલ એપનો ઉપયોગ કરી પેમેન્ટ પણ એપ મારફતે જ ડીઝીટલ મોડથી કરવાનું રહેશે .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.