ETV Bharat / state

અમદાવાદ શાહીબાગ સ્વામિનારાયણ મંદિર BAPSના સાધુ સંતો અને કર્મચારી સહિત 28 લોકો કોરોનાથી સંક્રમિત

સમગ્ર રાજ્ય સહિત અમદાવાદમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં પણ કોરોના વાઇરસે પગ પેસારો કર્યો છે. મંદિરના BAPSના સાધુ સંતો અને કર્મચારી સહિત 28 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

CoronaVirus
CoronaVirus
author img

By

Published : Sep 4, 2020, 9:33 AM IST

અમદાવાદઃ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહુઆયામી પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં શહેરમાં અલગ અલગ જગ્યાએ કોર્પોરેશનની હેલ્થ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવામા આવી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાહીબાગ સ્વામિનારાયણ મંદિર (BAPS)ના સાધુ-સંતો અને કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં કુલ 150 લોકોના ટેસ્ટ કરવામાં આવતા 28 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. સાધુ - સંતો પોઝિટિવ આવતા તેઓને ક્વોરન્ટાઇન અને કોવિડ સેન્ટરમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી.

આ ઉપરાંત શહેરના ગુરુકુલ વિસ્તારમાં આવેલા નવનીત હાઉસમાં પણ કુલ 289 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવતા 9 કર્મચારીઓ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓને પણ સારવાર માટે કોવિડ સેન્ટર અને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.