અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા (First Phase voting for Gujarat Election) માટે ગુરૂવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. આ વખતે રાજ્યમાં કુલ 63.14 ટકા મતદાન થયું હતું. જ્યારે ગત ચૂંટણીના 66.75 મતદાન થયું હતું. આ સાથે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 3.61 ટકા ઓછું મતદાન થયું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજ્યના દક્ષિણ પ્રદેશોના 19 જિલ્લાઓમાં 89 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. આ અંગે ચૂંટણી પંચે (Election Commission of Gujarat) માહિતી આપી હતી.
વર્ષ 2017 કરતા ઓછું મતદાન તો વર્ષ 2017ની ચૂંટણીમાં (Election Commission of Gujarat) પ્રથમ તબક્કામાં સમાન 89 મતવિસ્તારોને (First Phase voting for Gujarat Election) આવરી લેતા મતદાન 66.75 ટકા રહ્યું હતું. પ્રથમ તબક્કાના મતદાન બાદ 788 ઉમેદવારોનું ભાવિ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં બંધ થઈ ગયું છે. તો આ વખતે આદિવાસી બહુમતી ધરાવતા નર્મદા જિલ્લામાં સૌથી વધુ 78.24 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારબાદ તાપી, આવો જ બીજો જિલ્લો છે. જ્યાં 76.91 ટકા મતદાન થયું હતું. તો નવસારીમાં 71.06 ટકા મતદાન નોંધાયું હતું,
19 જિલ્લામાં થયું મતદાન આ અંગે ચૂંટણી પંચે જણાવ્યું (Election Commission of Gujarat) હતું કે, બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન નોંધાયું હતું. તો અમરેલીમાં 57.59 ટકા મતદાન થયું હતું. 10 જિલ્લાઓમાં 60 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. જ્યારે અન્ય 6 જિલ્લામાં 60 ટકાથી ઓછું મતદાન થયું હતું. સુરતમાં 62.27 ટકા અને રાજકોટમાં 60.45 ટકા મતદાન નોંધાયું હતું. ગુરૂવારે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી 19 જિલ્લાઓમાં મતદાન યોજાયું હતું અને મતદારોને (Voters of Gujarat Elections) પ્રોત્સાહિત કરવા માટે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પી. ભારતીની (P Bharti Chief Electoral Officer) કચેરી દ્વારા એક ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી.
ભાજપ આ વખતે ડાબેરી મોરચાનો રેકોર્ડની બરાબરી કરશે વર્ષ 2017માં ચૂંટણીના બંને તબક્કા માટે અંતિમ મતદાન 68.41 ટકા રહ્યું હતું. તો હવે 833 ઉમેદવારો સાથે બીજા તબક્કાની ચૂંટણી (Second Phase voting for Gujarat Election) 5 ડિસેમ્બરે (Gujarat Election 2022) યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરે મતગણતરી થશે. વર્ષ 2017ની ચૂંટણીમાં આ 89 બેઠકોમાંથી ભાજપે (BJP) 48, કૉંગ્રેસ 40, જ્યારે એક બેઠક અપક્ષ ઉમેદવારે જીતી હતી. રાજ્યમાં 27 વર્ષથી શાસન કરનાર ભાજપ ફરી સાતમી ટર્મ માટે સુકાન સંભાળવા માટે પ્રયત્નશીલ છે. જો તે સફળ થશે તો ડાબેરી મોરચાની સરકારના રેકોર્ડની બરોબરી કરશે, જેણે 2011 સુધી સતત સાત ટર્મ માટે પશ્ચિમ બંગાળની ચૂંટણી જીતી હતી.
ભાજપે આ વખતે AAPનો પણ સામનો કરવો પડશે આ વખતે ભાજપે (First Phase voting for Gujarat Election) માત્ર કૉંગ્રેસ જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટીનો (Aam Aadmi Party Gujarat) પણ સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત આ વખતે બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી (SP) સહિત 36 અન્ય રાજકીય સંગઠનો), કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા માર્કસિસ્ટ (CPI M) અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)એ પણ વિવિધ સીટો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા.
3 ગામોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો જામનગરના ધ્રાફા, નર્મદાના સામોત અને ભરૂચ જિલ્લાના કેસર સહિત 3 ગામોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. મતદાન દરમિયાન 19 જિલ્લાઓમાં 89 બેલેટ યૂનિટ, 82 કન્ટ્રોલ યુનિટ અને 238 વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPATs) બદલવામાં આવ્યા હતા. મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ઓફિસે ગુરૂવારે (Election Commission of Gujarat) એક રિલીઝમાં જણાવ્યું હતું. આ વખતે કુલ 26,269 બેલેટ યૂનિટ, 25,430 નિયંત્રણ એકમો અને 25,430 VVPAT કાર્યરત્ હતા.
આટલી ફરિયાદ મળી તો મતદાનની મતદાનની પ્રક્રિયા દરમિયાન કુલ 104 ફરિયાદો મળી હતી. જેમાં 6 EVMની ખામી અંગે, 2 બોગસ મતદાન અંગે, 30 કાયદો અને વ્યવસ્થાના મુદ્દા અંગે, 36 આદર્શ આચાર સંહિતા (MCC)ના ભંગ અંગે અને ધીમા મતદાન, બોગસ મતદાન અને પાવર કટ જેવા મુદ્દાઓ જેવા 30
વ્યવસ્થાના લીધે મતદારો નારાજ જામનગર જિલ્લાના ધ્રાફા ગામમાં મતદારો (Voters of Gujarat Elections) દેખિતી રીતે મતદાન અધિકારીઓ દ્વારા પુરૂષ અને મહિલા મતદારો માટે અલગ વ્યવસ્થા ન કરવાને કારણે નારાજ હતા. તો કેસરમાં ભરૂચ જિલ્લાના ગામમાં ગ્રામજનોએ પ્રાથમિક સુવિધાઓના અભાવનો આક્ષેપ કરીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા મતવિસ્તારમાં આવેલા સમોટ ગામમાં કુલ 1,625 મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તેઓ આ ગામમાં ખેતીની જમીનને નિયમિત કરવાના મુદ્દે